Abtak Media Google News

૫૦ રૂપિયા આજ-કાલ સામાન્ય બાબત થઈ ગઈ છે. ત્યારે વાંકાનેરમાં ૫૦ રૂપિયા ઉછીના ન આપતા ૪ શખ્સો દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ ઘટના વાંકાનેરના શહેરના રાતીદેવડી ગામે ફરિયાદી પાસે પચાસ રૂપિયા માગતા નરેન્દ્રભાઈ દ્વારા ના પડતા મારામારીનો બનાવ બન્યો હતો.

આ અંગે વધુમાં જણાવતા વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા નરેન્દ્રભાઇ ઉર્ફે નનુ હેમરાજભાઈ વોરા એ હળવદ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જેઠાભાઈ ઉર્ફે મુકેશભાઈ મોતીભાઈ ગુગડિયા દ્વારા તેમની પાસે પચાસ રૂપિયા માગવામાં આવ્યા હતા. ત્યારે નરેન્દ્ર દ્વારા ના પાડવામાં આવતા તેને ૪ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો.

નરેન્દ્રને આરોપી જેઠાભાઈ ગુગડિયા, દિવ્યેશ, જેઠાભાઈ, મિતુલ, યોગેશભાઈ નવીનભાઇ વોરા દ્વારા તેમને કુહાડીનો હાથો તથા લોખંડના પાઇપ તથા છુટા પથ્થરો મારી માર મારવામાં આવ્યો હતો. આ અંગે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.