Abtak Media Google News

ચૂંટણીનો માહોલ જોર પકડી રહ્યો છે. દરેક ઉમેદવાર વોટ બેન્ક વધારવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવા સમયે વડાપ્રધાન મોદી 1લી મે એ ગુજરાતમાં પ્રચાર શરૂ કરવાના છે. તેવા સમયે તેના વિરોધમાં જૂનાગઢનાં એક સખ્શ દ્વારા અભદ્ર ટિપ્પણી કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં તેણે વડાપ્રધાન વિરુદ્ધ ઉશ્કેરણીજનક પોસ્ટ પણ કરી હતી.

Advertisement

Whatsapp અને instagram માં કરી હતી ટીપ્પણી

Whatsapp Image 2024 04 25 At 11.49.50 Am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટીપ્પણી કરનાર યુવાન સામે ફરિયાદ કરવામાં આવી છે.જુનાગઢના દાતાર રોડ પર રહેતા હૈદર ઇકબાલભાઈ કુરેશીએ વોરા સમાજ માટે Whatsapp અને instagram માં ઉશ્કેરણીજનક પોસ્ટ કરી હતી.

I LOVE JUNAGADH ગ્રુપમાં કરી હતી પોસ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ I LOVE JUNAGADH ગ્રુપમાં અભદ્ર ગાળો સાથે પોસ્ટ કરી હતી. બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી રીતે અભદ્ર ટીપ્પણી કરનાર યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

જૂનાગઢના દાતાર રોડ ઉપર રહેતા યુવાનની ધરપકડ

Whatsapp Image 2024 04 25 At 11.49.50 Am 1

SOGની ટીમ દ્વારા કાર્યવાહી કરી યુવાનની ધરપકડ કરી એ ડિવિઝનને સોંપવામાં આવ્યો છે. ઇસમ પાસેથી ફોન જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે પૂછપરછ કરતા પોસ્ટ કરેલી ત્રણે પોસ્ટ ડીલીટ કરવાની ઇસમે કબુલાત કરી હતી.

પકડાયેલ યુવાન હૈદર કુરેશી વોર્ડ નંબર 15 નો વોર્ડ પ્રમુખ હોવાનું ખુલ્યું છે અને પોતે પણ ભાજપનો કાર્યકર્તા છે તેવું જણાવ્યું હતું પરંતુ પોલીસે લોકસભાની ચૂંટણીને લઈને બે કોમ વચ્ચે વૈમનસ્ય ન ફેલાય તે માટે યુવાન સામે કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે.

ચિરાગ રાજ્યગુરુ 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.