Abtak Media Google News

રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળતા જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવાનું વચન

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ‘આપ’ના કાર્યકર્તા

આમ આદમી પાર્ટી 2013 દિલ્લી વિધાનસભાની ચુંટણીમા 29.49% ટકા વોટ શેર મેળવીને રાજયની બિજા નંબરની મોટી પાર્ટી બની હતી. ત્યાર બાદ 2014 મા લોકસભાની ચુંટણીમાં 2.1% વોટ સાથે 4 બેઠક મેળવી હતી. 2015 મા દિલ્લી વિધાનસભાની ચુંટણીમા 53.04% મત મેળવીને 70 શીટો માથી 67 શીટો ઉપર ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ત્યારબાદ 2017 મા પંજાબ વિધાનસભા ચુંટણીમા 20 બેઠકો મેળવીને મુખ્ય વિપક્ષ તરિકેનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો.

Advertisement

ત્યારબાદ 2022 ગોવામાં 6.77% વોટ તેમજ બે ધારાસભ્યોએ વિજય મેળવ્યો હતો અને 2022 મા પંજાબ વિધાન સભામાં 42% વોટ સાથે 117 વિધાનસભાની શીટમાંથી 92 શીટ ઉપર ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરેલ. ત્યાર બાદ 2022 ગુજરાત વિધાનસભાની ચુંટણીમા 14% વોટ અને 5 વિધાનસભાની શીટ મેળવીને રાષ્ટ્રીય પાર્ટી બનવાની મોટાભાગની શરતો પુર્ણ કરતા ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા નેશનલ પાર્ટીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટી ખાસ કરીને ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં “સીમ થી સંસદ સુધી” તમામ ચુંટણીઓ તેમજ બોર્ડ નિગમો, શૈક્ષણિક સંસ્થાઓની તમામ ચુંટણીઓમાં લોકોને ન્યાય અપાવવા અને બંધારણીય હક્ક અપાવવા નાગરીકોની વચ્ચે રહીને સતત લડત કરશે. હાલની આ અઘોષીત કટોકટી તેમજ મોંઘુઘાટ વેપારીકરણ વાળુ શિક્ષણ, આરોગ્ય અને કાયદાને વ્યવસ્થાની ખુબજ કથળેલ પરિસ્થિતિ હોય જેથી આવા સંજોગોમાં આમ આદમી પાર્ટી એક આશા અને આકાંક્ષાનું કિરણ બનીને આમ આદમી પાર્ટીના તમામ ક્રાંતિકારી કાર્યકર્તાઓ નાગરીકોની વચ્ચે રહીને નાગરિકોની અપેક્ષાઓ પુર્ણ કરવા પ્રયત્નશીલ રહેશે. તેમ “આપ” ગુજરાતના પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખિલે જણાવ્યું છે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે અજીતભાઇ લોખીલ-પ્રદેશ સંગઠન મંત્રી, વશરામભાઇ સાગઠિયા-મહામંત્રી પ્રદેશ, શિવલાલ બારસિયા-ટ્રેડવિંગ ગુજરાત પ્રદેશ, તેજસ ગાજીપરા- પ્રમુખ-રાજકોટ જીલ્લા, દિનેશ જોષી-પ્રમુખ-રાજકોટ શહેર, કે.કે. પરમાર- ઉ.પ્ર.રાજકોટ શહેર, એડવોકેટ રમન બાબરીયા, પ્રમુખ લીગલ સેલ-રાજકોટ શહેર ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.