Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત 20 નેતાઓની સ્ટાર પ્રચારક તરીકેની યાદી જાહેર કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આમ આદમી પાર્ટી હાલ અવ્વલ છે. 182 બેઠકો પૈકી આપ દ્વારા 158 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ પ્રથમ યાદીમાં 43 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે સત્તાવારી પક્ષ ભાજપ દ્વારા એકપણ બેઠક માટે ઉમેદવાર જાહેર કરાયો નથી. ઉમેદવારો તો ઠીક સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આપ આગળ છે.

આમ આદમી પાર્ટી દ્વારા ગઇકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત 20 નેતાઓના નામ સાથે સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટીના નેશનલ સેક્રેટરી પંકજ કે.આર.ગુપ્તા દ્વારા ગઇકાલે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે 20 સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરી દેવામાં આવી છે.

આ યાદીમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આપના ક્ધવીનર અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા, સંજયસિંહ, રાઘવ ચઢ્ઢા, હરભજનસિંહ, ઇશુદાન ગઢવી, ગોપાલભાઇ ઇટાલીયા, અલ્પેશભાઇ કથીરિયા, મનોજ સોરઠીયા, જગમાલ વાળા, રાજુભાઇ સોલંકી, પ્રવિણભાઇ રામ, યુવરાજસિંહ જાડેજા, ગૌરી દેસાઇ, માજુર બલદાણીયા, અજીત લોખિલ, રાકેશ હિરપરા, બલજીંદર કૌલ અને અનમોલ ગગન માનનો સમાવેશ સ્ટાર પ્રચારક તરીકે કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.