Abtak Media Google News

હેમુગઢવી હોલમાં યોજાયેલી પ્રિ-લોન્ચીંગ ઈવેન્ટમાં ખ્યાતનામ કલાકારો દેવરાજ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, હિના હિરાણી અને રઉફ હાજીએ સુમધુર કંઠે દર્શકોને ડોલાવ્યા

બહોળી સંખ્યામાં મહાનુભાવોએ ઉપસ્થિત રહીને મોડીરાત સુધી કાર્યક્રમને મન ભરીને માણ્યો

‘અબતક સુરભી રાસોત્સવ’ની પ્રિ-લોન્ચીંગ ઈવેન્ટ ગઈકાલે હેમુગઢવી હોલ ખાતે યોજાઈ હતી જેમાં ખ્યાતનામ કલાકારો દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના દેવરાજભાઈ ગઢવી, હિના હિરાણી અને રઉફ હાજીએ પોતાના સુમધુર કંઠે દર્શકોને ડોલાવ્યા હતા.

Dsc 2264

આ પ્રસંગે બહોળી સંખ્યામાં મહાનુભાવોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો.Dsc 2274

વૈશ્વિક ઓળખ બની ચુકેલા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવા રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છેDsc 2072

ત્યારે આવનાર નવરાત્રીમાં ‘અબતક સુરભી રાસોત્સવ-૨૦૧૮’નું જાંજરમાન આયોજન કરવામાં આવ્યું છે.Dsc 1990

આઘ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને જાળવવા તેમજ યુવાધન ઉત્સાહપૂર્વક તહેવાર ઉજવી શકે તેવા ઉમદા હેતુથી આયોજીત ‘અબતક સુરભી રાસોત્સવ’નું ધમાકેદાર પ્રિ-લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.Dsc 2037 1

પ્રિ-લોન્ચીંગ ઈવેન્ટ ગઈકાલે રાત્રે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન હેમુગઢવી હોલ ખાતે યોજાઈ હતી.Dsc 2300

આ કાર્યક્રમમાં નાનો ડેરો તરીકે પ્રખ્યાત દેવરાજભાઈ ગઢવી, વંદના દેવરાજભાઈ ગઢવી, હિના હિરાણી અને રઉફ હાજી સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી.Dsc 2098

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.