Abtak Media Google News

રાજકોટ ખાતે યોજાયેલી જીલ્લા પ્રભારીઓ અને જીલ્લા પ્રમુખો ની બેઠક ઉલ્લાસમય વાતાવરણમાં સંપન્ન: અઇઙજજ નું રાષ્ટ્રીય કક્ષાએ રજિસ્ટ્રેશન કરવાની કાર્યવાહી પૂર્ણ : ભારતનાં સૌથી મોટા પત્રકાર સંગઠન તરીકે ઉભરી આવેલ અઇઙજજનાં સંવિધાનનો બેઠકમાં સ્વીકાર કરાયો: કિશોર મારુ ની ગુજરાત અધ્યક્ષ તરીકે પ્રદેશ કારોબારીમાં વિધિવત વરણી કરાઈ

પત્રકાર હિત માટે દેશભરમાં કાર્યરત અઇઙજજ નાં જીલ્લા પ્રમુખો અને જીલ્લા પ્રભારીઓની બેઠક આજે રાજકોટ ખાતે ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં સંપન્ન થયેલ જેમાં પ્રદેશ કારોબારી ની રચના સાથે આગામી સમયમાં પત્રકાર હિત 3માટેનાં કાર્યક્રમો અને કાર્યપધ્ધતિ બાબતે અગત્યના નિર્ણયો લેવામાં આવેલ છે. બેઠકમાં આગામી ૨૨ તારીખે ગારિયાધાર ખાતે યોજાનાર કાર્યક્રમ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ જે અંતર્ગત લાભૂ ભાઈએ જણાવેલ કે ગારિયાધારમાં નગરપાલિકા નાં ભ્રષ્ટાચાર બાબતે અહેવાલ આપનાર પત્રકારો ને ઘણી ધાક ધમકીઓ મળી રહેલ છે અને લોકલ રાજકીય પક્ષો દ્વારા પત્ત્રકારો ના સ્વમાન  ભંગ થાય તેવા પ્રયત્નો અવાર નવાર અપમાન કરેછે જેથી પત્રકારો ના હિત ની રક્ષા માટે  તેમને નૈતિક સપોર્ટ કરવા તેમણે કાર્યક્રમનું આયોજન કરેલ છે અને કોઈ ચોક્કસ પક્ષ કે સરકાર નાં વિરોધમાં નહીં પણ ભ્રષ્ટાચારના વિરોધમાં આ કાર્યક્રમ છે. કિશોર મારુ એ તેનાં પ્રત્યુત્તરમાં જણાવેલ કે અમે વ્યક્તિગત પત્રકાર તરીકે ભ્રષ્ટાચાર નાં વિરોધમાં અને લાભૂભાઈ નાં સમર્થનમાં જ છીએ. પરન્તુ અઇઙજજ નાં બંધારણ મુજબ આપણે માત્ર 1પત્રકાર હિત ને લગતા જ કાર્યક્રમો કરીશુ એવો મારો ઉદેશ્ય છે અને રહેશે.આપણે સંગઠનના નામેકોઈ રાજકીય બાબતોમાં ભાગ ન લેવો જોઈએ પરન્તુ વ્યક્તિગત કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો અને જો ભાવનગર જિલ્લા મા પત્રકારો ના અપમાન થતા હોય તો જાડી ચામડી ના કહેવાતા સફેદ કોલર ધારી ને ખુલ્લા કરવા જોઈ  બેઠકમાં સર્વાનુમતે અઇઙજજ પરીવાર ની એકતા પર ભાર મુકી તમામ પત્રકાર મિત્રોએ એક રહેવાની કટિબધ્ધતાં વ્યકત કરી હંમેશા પત્રકાર હિત માટે કાર્યરત રહેવા તૈયારી દર્શાવી હતી. આજની મિટીંગ મા ગુજરાત ૨૬  જિલ્લા ના પ્રભારી પ્રમુખે હાજરી આપી હતી જેમા બેઠકમાં સુજલ મિશ્રા,રાકેશ પટેલ,સલીમભાઈ બાવાણી,રાજેશ શાહ,ધર્મેન્દ્રભાઈ, જેક્સનભાઈ,જીલુંભાઈ વાળા, માધ્વીબેન ભવદીપ ઠાકર  તુષાર પટેલ,મેહુલ પટેલ,ભાવિકભાઈ અમીન,જતીન પંચાલ,મયૂરદાન ગઢવી યોગેશ દવે  મુકેશ પંડિત સહિતનાં મિત્રોએ પોતાના મંતવ્યો રજુ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.