Abtak Media Google News

પોલીસે બાઇક, મોબાઇલ અને રોકડ મળી રૂા.3.43 લાખનો મુદામાલ ક્બેજ કર્યો

રાજકોટ, જેતપુર અને શાપરમાં છેલ્લા એકાદ વર્ષમાં 11 જેટલા બાઇકની ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલા ઉપલેટાના નામચીન શખ્સ સહિત બે રીઢા તસ્કરની જેતપુર પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા તેને રાજકોટમાંથી આઠ, શાપરમાથી અને જેતપુરમાંથી એક બાઇકની ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસે તેની પાસેથી રૂા.3.43 લાખનો મુદામાલ કબ્જે કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલા ગણેશનગરમાં બંધ મકાનના તાળા તોડી રૂા.57 હજાર રોકડા અને બાજુ મકાનમાંથી રૂા.20 હજારની કિંમતનું બાઇક ચોરાયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

ગણેશનગરમા થયેલી ચોરીના ગુનામાં ઉપલેટાના જડેશ્ર્વર પાસે રહેતા રવિ રસીક સોલંકીની સંડોવણી હોવાની અને તે જેતપુર બળદેવધાર ગણેશજીના મંદિર પાસે આવ્યાની બાતમીના આધારે જેતપુર પી.આઇ. એ.આર. ગોહિલ, પીએસઆઇ વી.બી.વસાવા, હેડ કોન્સ્ટેબલ સીટી.વસૈયા, કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ જાડેજા, મનદીપસિંહ જાડેજા અને અભયરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે ઉપલેટાના રવિ રસીક સોલંકની ધરપકડ કરી હતી. તેની પુછપરછ દરમિયન જેતપુર દેરડીયાધાર પાસે રહેત રવિ પુના સોલંકી સાથે મળી જેતપુરના ગણેશનગરમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી તેમજ બંને શખ્સોએ સાથે મળી છેલ્લા એકાદ વર્ષમાં રાજકોટમાં આઠ, શાપરમાં બે અને જેતપુરમાં એક બાઇકની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે તેની પાસેથી રૂા.3.40 લાખની કિંમતના 11 ચોરાઉ બાઇગક, મોબાઇલ અને રોકડ મળી રૂા.3.43 લાખનો મુદામાલ કબ્જે કરી બંને શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.