Abtak Media Google News

રાજયના પાટનગર ગાંધીનગરમાં સચિવાલયની બાજુમાં આવેલી ગુજરાત જમીન વિકાસ નિગમની કચેરીમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ટીમે ગુરુવારે દરોડો પાડી કલાસ વન અધિકારીઓ કે.સી. પરમાર અને એમ.ડી. દેત્રોજાના ડ્રોઅરમાંથી સૌથી વધુ રોકડ એટલે કે રૂા. 40 લાખ અને અન્ય ચાર અધિકારીઓના ડ્રોઅરમાંથી મળી કુલ રૂા. 55 લાખ જેટલી રોકડ રકમ કબજે કરી છે. એસીબીની ટીમે કોઈ સરકારી કચેરીમાંથી આટલી મોટી સંખ્યામાં રોકડ કબજે કરી છે. સવારથી કરાયેલી રેડની કામગીરી મોડીરાત સુધી ચાલી હતી.ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડમાં જમીન સંપાદન અને પાણીના સંગ્રહને લગતી કામગીરીમાં આપવામાં આવતી ગ્રાન્ટ પેટે લાખોનો વ્યવહાર કરવો પડતો હોવાની ફરિયાદો એસીબીને મળી હતી.

ગુરુવારે એસીબીની ટીમે રેડ કરી હતી. જેમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં વર્ગ-1 ના અધિકારી કે.સી.પરમારના ડ્રોઅરમાંથી રોકડ રૂા.40 લાખ જયારે અન્ય પાંચ અધિકારીઓના ડ્રોઅરમાંથી 16 લાખ મળી આવ્યા હતા. આ અંગે એસીબીના આસિસ્ટન્ટ ડાયરેકટર કેશવ કુમારે જણાવ્યું હતું કે, અમારી પાસે આ નિગમમાં ગેરરિતી અંગેની અનેક ફરિયાદો આવી હતી જેના આધારે છેલ્લા દોઢ મહિનાથી અમે આ દિશામાં કામગીરી કરી રહ્યા હતા જેમાં આજે અમને સફળતા મળી છે. હાલમાં પાંચ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમની પાસેથી અત્યારસુઘીમાં લગભગ પપ લાખ રૂપિયા કબજે કરાયા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.