Abtak Media Google News

સાગર સંઘાણી

અકસ્માતના કિસ્સામાં દિવસેને વધારો થતો જાય છે ત્યારે આજે જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં એસ.ટી. બસના ચાલકે એક ટ્રેક્ટરને હડફેટમાં લીધું હતું અને ટ્રેક્ટર ચાલક ગંભીર સ્વરૂપે ઘાયલ થયો છે, જ્યારે ટ્રેક્ટરમાં ભરેલો અનાજ નો જથ્થો માર્ગ પર ઢોળાયો છે. એસટી બસના મોરાને પણ નુકસાન થયું હતું. સદભાગ્ય મુસાફરોને કોઈ ઈજા થઈ ન હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક જાયવા ગામના પાટીયા પાસેની છે જ્યાં એક ટ્રેક્ટરને પાછળથી આવી રહેલી એસ.ટી. બસના ચાલકે ઠોકરે ચડાવતાં ટ્રેક્ટર બસ સાથે ટકરાઈને માર્ગ પરથી નીચે ઉતરી ગયું હતું અને ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો ત્યારે તેને તાતકાલીક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Jamnagar 2 1

આ અકસ્માતમાં એસટી બસના મોરાને પણ ભારે નુકસાન થયું હતું. સદભાગ્ય બસમાં બેઠેલા કોઈ મુસાફરોને ઈજા થઈ ન હતી. પરંતુ ટ્રેક્ટરમાં ચણાનો જથ્થો ભરેલો હતો અને ટ્રેક્ટર ચાલક ખેડૂત ટેકાના ભાવે ચણાનું વેચાણ કરવા જઈ રહ્યો હતો, જે દરમિયાન અકસ્માત નડ્યો હતો અને ટ્રેક્ટર ગડથોલું ખાઈ ગયું હોવાથી ચણાનો જથ્થો માર્ગ પર ઢોળાયો હતો ત્યારે આ મામલે ધ્રોલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.