Abtak Media Google News

હનુમાન જયંતિ અને ભાજપ સ્થાપના દિનનો શુભ સંગમ

હનુમાનજી માટે જીવનમાં માત્ર રામની ભકિતનો એક માત્ર ઉદેશ હતો તેમ ભાજપના કાર્યકરોના જીવનનો પણ એક જ મંત્ર છે કે ‘કમળ’ને મજબૂત કરો

આજે ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મોત્સવ છે જોગાનુ જોગ આજે વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપનો પણ સ્થાપના દિન છે. બંને ઘટનાઓ ભલે એકબીજાથી તદન વિપરિત રહી પરંતુ  ઉંડાણ પૂર્વક વિચાર કરવામાં આવે તો બંને ને અકે સાથે ચોકકસ જોડી  શકાય છે. રાવણ સામેના યુધ્ધમાં ભગવાન શ્રી રામને હનુમાનજીની સેનાએ વિજયી બનાવ્યા હતા. ભાજપમાં પણ કંઈક આવું છે હનુમાનજી જેવા કાર્યકરોના પ્રતાપે આજે  ભાજપ ટોચના  સતાસ્થાને પહોચ્યું છે. રામ રાજયના સપના દેખાડતા ભાજપમાં કાર્યકરો જ ‘હનુમાનજી’નો રોલ પ્રામાણીકતાથી અને પૂર્ણ ભાવ સાથે  ભજવી રહ્યા છે. પક્ષમાં કોઈ રામ બનવાની વાતો કરતા નથી. પરંતુ તેને પક્ષની ધુરા સોંપવામાં આવે તેના સામે સંજીવનીનો પહાડ ઉઠાવી લાવવામાં પણ  કાર્યકરો અચકાતા નથી.

Advertisement

બાલ બ્રહ્મચારી હનુમાનજીને ભગવાન શ્રી રામના  પરમ ઉપાસક ભકત માનવામાં આવે છે. પોતાના હૃદયમાં રામ બિરાજે છે તે પ્રસ્થાપીત  કરવા માટે બજરંગબલીએ પોતાની છાતી પણ  ચીરી નાંખી હતી. આજે પણ એવું બોલવામાં આવે છે કે ‘રામ, લક્ષ્મણ, જાનકી, જય બોલો હનુમાન કી’ એક એવા ભકત કે  જેને ભગવાન સાથે  પૂર્ણ ભકિતભાવ સાથે  યાદ કરવામાં આવે છે.હનુમાનજીની રામ પ્રત્યેની ભકિત અંગે કયારેય  શંકા ઉભી  ન કરી  શકાય. તે રિતે  ભાજપના કાર્યકરોની પક્ષ પ્રત્યેની વફાદારી સામે પણ અન્ય પક્ષોે શંકા  ઉભી કરી શકતા નથી.

હનુમાનના જીવનનો એક જ મંત્ર હતો કે   ભગવાન શ્રી રામની સેવા કરવી બસ આ રીતે  ભાજપના કાર્યકરોનો પણ એક જ ગોલ હોય છે કે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને  પણ ભાજપને  મજબૂત  બનાવવું પક્ષમાં જોડાતી વખતે દરેક કાર્યકર્તાને એક જ મંત્ર આપવામાં આવે છે ‘વ્યકિત સે બડા દલ ઔર દલ સે બડા દેશ હોતા હૈ’ ભાજપના કાર્યકરોના હૈયે પક્ષ વસેલો છે. તેનાથી  સવિશેષ  દેશ હિત વસેલું છે કયારેય  દલ કે દેશને નુકશાની થાય તેવું  કરવા માયે કાર્યકર સપનામાં પણ વિચારી શકતા નથી. આજે કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને ભાજપના કદાવર નેતા વજૂભાઈ વાળાએ એવું નિવેદન આપ્યું હતુ કે, ભાજપના કાર્યકરે હર હંમેશા હનુમાનજીની માફક રહેવું પડે છે.

કયારેય  રામ બનવાનો પ્રયાસ કરવામાં આવતો નથી. તેઓનાં આ નિવેદનમાં ખૂબજ મોટો મર્મ સમાયેલો છે. સ્થાનીક સ્વરાજયથી લઈ લોકસભાની ચૂંટણી સુધી ભાજપનો કાર્યકર કયારેય  શિસ્ત ભંગ  કરતો નથી. ટિકિટની માંગણી કરવા અને પ્રબળ દાવેદાર હોવા છતા કયારે હાઈકમાન્ડ અન્ય કોઈને ટિકિટની ફાળવણી કરી દે ત્યારે કાર્યકર પક્ષને નુકશાની  થાય તેવી હીન પ્રવૃત્તિ કરવાના બદલે ગણતરીની મીનીટોમાં  ફરી કમળને વધુ મજબૂત કરવા માટે  કાળી મજૂરી  કરવા માંડે છે. અન્ય પક્ષમાં આવું નથી. પરિવાર વાદ આવે છે. ટિકિટ ન મળે કે પોતાના અંગત સ્વાર્થ ન સંતોષાય તો પક્ષને છોડવામાં પણ અચકાતા નથી.

ભાજપ પક્ષમાં નાનામા નાના કાર્યકરને  પરિવારનો એક સદસ્ય  ગણવામાં આવે છે. જેરીતે   પરિવારના  મોભી દરેક સમયની ચિંતા કરે છે. તે રિતે ભાજપ હાઈકમાન્ડ પણ દરેક સભ્યોની  વ્યકિતગત ચિંતા કરે છે. કોને કયારે અને કેટલુ આપવું   તેની સતત કાળજી  રાખવામાં આવે છે. હનુમાનજીએ કરેલા કામ અને સેવાની કદર કરતા ભગવાન શ્રી રામે કહ્યું હતુ કે હનુમાનજીનું ઋણ હું કયારેય ચૂકવી શકુ તેમ નથી. બરાબર આજ રિતે  ભાજપના સંગઠનના હોદેદારો પણ પોતાના  કાર્યકરો માટે એવું કહે છે કે ભાજપ પાસે દેવથી પણ દુર્લભ કાર્યકર્તાઓ છે.

હનુમાન જયંતી અને ભાજપના સ્થાપના દિન એક દિવસે આવવું એક સંયોગ માત્ર છે. કારણ કે હનુમાન જયંતિ ચૈત્ર સુદ 15ના દિવસે  ઉજવાય છે.  જયારે  ભાજપનો સ્થાપના દિન 6 એપ્રિલે  ઉજવણી કરાય છે. રામના પરમ ઉપાસક ભકત હનુમાનજી અને ભાજપના કાર્યકરોમાં ઘણી બધી સામ્યતા છે જે અહી રજૂ કરવાનો એક સામાન્ય પ્રયાસ કરાયો છે.

હંમેશા ભક્ત બનીને રહો,ભગવાન બનવાની કોશિશ ન કરો: વજુભાઇ વાળા

આજે હનુમાનજી મહોત્સવ તેમજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે કર્ણાટક રાજ્યના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળાએ અબતક મીડિયા સાથે વાતચીતમાં કાર્યકર્તાઓને શુભેચ્છાઓ આપતા કટાક્ષમાં જણાવ્યું હતું કે હંમેશા ભક્ત બનીને રહો ભગવાન બનવાની કોશિશ ન કરો.વજુભાઇ વાળા ભાજપની તમામ પરિસ્થિતિમાં પક્ષની સાથે અડીખમ રહ્યા છે ત્યારે ભાજપના સ્થાપના દિવસે તેમને સ્મરણો વાગોળ્યા હતા.વજુભાઈએ જણાવ્યું હતું કે ભાજપ ભારતને સુદ્રઢ બનાવવા તમામ ક્ષેત્રે કાર્યરત છે.

ભારતીય સંસ્કૃતિ ના રખેવાળ તરીકે સંપત્તિ ની વૃદ્ધિ થાય તેના કરતાં સંસ્કારોની વૃધ્ધિ થાય એવા આશય સાથે પક્ષ કાર્ય કરી રહ્યો છે.જનસંઘ વખતથી જે વિચારધારા હતી એ વિચારધારા ને પક્ષ વળગી રહ્યો છે.સામાન્ય માણસના હિત અને ઉત્કર્ષ માટે કાર્યક્રમો પાર્ટી હંમેશા કરે છે.પાર્ટીએ કાર્યકર્તાઓના વિકાસ માટે કોઈ વાત કરવાની જરૂર રહેતી નથી.ભાજપમાં પક્ષ જ સર્વોપરી રહે છે.જે કાર્યકર પાર્ટીના વિકાસ માટે કામ કરે તે કાર્યકરની સમાજમાં ક્રેડિટ વધે છે.

આજના દિવસે કાર્યકરો ને સંદેશો આપતા વજુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે પાર્ટીની વિચારધારા ને વળગી રહો.સતા આપણા માટે સાધ્ય છે સર્વસ્વ નથી.લોકોની સુખાકારી માટે દેશહીત માં કાર્યશીલ રહેવું જોઈએ. સમાજ નું કામ કરે ત્યારે તેની ઉપર આક્ષેપો થતા જ હોઈ છે.ભગવાન રામ પર પણ આક્ષેપ થયો હતો.પાર્ટી પર કરેલા આક્ષેપો ક્યારેય સુદ્રઢ થયા નથી.

કાર્યકર્તાઓની પાર્ટી ભાજપમાં એક ચા વહેંચનાર વ્યક્તિ પણ પ્રધાનમંત્રી થઈ શકે: વિજયભાઈ રૂપાણી

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અબતક મીડિયા સાથે સ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે 6 એપ્રિલ 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઇ.ત્યારે અટલ બિહારી વાજપાઇ અધ્યક્ષ બન્યા.અટલજીએ આગાહી કરી હતી કે અંધેરા છટેગા ,સૂરજ નિક્લેગા ઔર કમલ ખીલેગા. આજે સમગ્ર દેશમાં.કમળ ખીલી ગયું છે. આજે કેન્દ્રમાં ભાજપની સરકાર તેમજ અનેક રાજ્યમાં ભાજપની સરકાર છે. દુનિયાની સૌથી મોટી પાર્ટી તરીકે

ભારતીય જનતા પાર્ટી પ્રસ્થાપિત બની છે.અટલજીએ કરેલ આગાહી આજે સાર્થક બની છે.ભારતની આવનારા દિવસોમાં સમગ્ર વિશ્વએ વધુ નોંધ લેવી પડે તે દિશા તરફ દેશ આગળ વધી રહ્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ માં દેશ આગળ વધી રહ્યો છે.મહાસત્તા બનવા સુધી નરેન્દ્રભાઈ નું વિઝન અતિ મહત્વનું રહ્યું છે.અમારું સૂત્ર હતું સમર્થ ભાજપ સમર્થ ભારત.જો ભાજપ શક્તિશાળી બનશે તો ભારત પણ શક્તિશાળી બનશે.લોકોએ 2014માં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ ને બેસાડ્યા ત્યારથી ભારત મજબૂત બન્યું છે અને ભાજપ પણ મજબૂત બન્યું છે.બધી પાર્ટીઓ પરિવાર ની પાર્ટી છે જ્યારે માત્ર ભાજપ પાર્ટી જ કાર્યકરો ની પાર્ટી છે.

અમારે ત્યાં ચા વહેંચનાર વ્યક્તિ પણ વડાપ્રધાન થઈ શકે છે જે બીજી પાર્ટીમાં શક્ય જ નથી.અમારે ત્યાં એક બુથ માં કામ કરનાર વ્યક્તિ એક રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બની શકે છે.આ ભાજપ ની નીતિ અને વ્યવસ્થા છે.હંમેશા વ્યક્તિ સે બડા દલ ઔર દલ સે બડા દેશ હોતા હે .દેશ માટે જીવીશું અને મરીશું.વિરોધીઓ ફિકર પાર્ટીને ક્યારેય નથી.ઈમાનદારીથી કામ કરીને પાર્ટી આગળ વધે છે.ભારતની જનતા ભાજપ સાથે છે અને રહેવાની છે.

Img 20230406 Wa0106

 “કમલમ” લહેરાયો ભાજપનો કેસરિયો ધ્વજ

વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપનો આજે સ્થાપના દિવસ છે.ત્યારે રાજ્યભરમાં ભાજપ કાર્યાલય ખાતે શાન સાથે કેસરિયો ધ્વજ લહેરાયો હતો.કાર્યકરોએ સલામી આપી પક્ષને વધુ મજબૂત બનાવવા સંકલ્પબદ્ધ થાય હતાં.

Img 20230406 Wa0119

મારૂતિ નંદનના જન્મોત્સવના હરખભેર વધામણાં

દેશભરમાં આજે પૂર્ણ ભક્તિભાવ સાથે રામ ભક્ત હનુમાનજીના જન્મોસત્વની ઉજવણી કરવામાં આવી રહી છે.આજે રાજકોટમાં હનુમાન જયતિની ભક્તિ સભર ઉજવણી કરવામાં આવી હતી. ભાવિકો ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાયા હતા.સર્વત જય શ્રી રામનો ગગનભેદી નાદ ગુંજી ઉઠ્યો હતો.

હનુમાનજીની પ્રેરણાથી ભાજપ લોકોના પ્રશ્નો ઉકેલવામાં સતત વ્યસ્ત: મોદી

Screenshot 2 9

ભાજપના 44મા સ્થાપના દિવસ પર પીએમ મોદીએ સંબોધન કર્યું છે. જેમાં તેઓએ જણાવ્યું કે  મા ભારતીની સેવામાં સમર્પિત તમામ કાર્યકરોને હાર્દિક અભિનંદન. આજે આપણે દરેક ખૂણે હનુમાનજીની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ, તેમનું જીવન અને મહત્વપૂર્ણ ઘટનાઓ આજે પણ ભારતની વિકાસ યાત્રામાં આપણને પ્રેરણા આપે છે. હનુમાનજીમાં અપાર શક્તિ છે, પરંતુ તેઓ આ શક્તિઓનો ઉપયોગ ત્યારે જ કરી શકે છે જ્યારે તેમની આત્મશંકાનો અંત આવે. 2014 પહેલા ભારતમાં પણ આવી જ સ્થિતિ હતી.

પીએમ મોદીએ કહ્યું, ’ભારત સમુદ્ર જેવી મહાન શક્તિઓનો સામનો કરવા માટે પહેલા કરતા વધુ તૈયાર છે. હનુમાનજી પોતાના માટે કંઈ કરતા નથી, બીજા માટે બધું જ કરે છે. જ્યારે હનુમાનજીને રાક્ષસોનો સામનો કરવો પડ્યો ત્યારે તેઓ ખૂબ જ કઠિન બની ગયા હતા, તેવી જ રીતે ભારતમાં કાયદા અને ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે ભાજપ પણ અઘરું બની જાય છે. એવું કોઈ કામ નથી જે પવનપુત્ર ન કરી શકે, ભાજપ પણ એ જ પ્રેરણાથી લોકોના પ્રશ્નો ઉકેલવામાં વ્યસ્ત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.