Abtak Media Google News

ભાજપનું 30 મેથી મહા જન સંપર્ક અભિયાન કાર્યકર્તાઓ ઘેર ઘેર જશે: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારને નવ વર્ષ પૂર્ણ થતા હોય રાજય-કેન્દ્ર સરકારની યોજના દરેક વ્યકિત સુધી પહોંચાડાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર આગામી 30મી મેના રોજ નવ વર્ષ પૂર્ણ કરી રહી છે. જેની દેશભરમાં ભાજપના કાર્યકરો દ્વારા શાનદર ઉજવણી કરવામાં આવશે 30મેથી 30 જૂન એમ એક મહિના સુધી ભાજપ દ્વારા મહા જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. જેના કાર્યકર્તા ઘેર ઘેર સંપર્ક કરશે. કેન્દ્ર અને  રાજય સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોચાડશે. લોકસભાની ચૂંટણીના આડે હવે થોડા દિવસો જ  બાકી રહ્યા હોય કાર્યકર્તાઓને ચૂંટણીની કામગીરીમાં લાગી  જવા  આહવાન   પ્રદેશ ભાજપ  અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતુ.

Advertisement

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું  હતુ કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના સુશાસનના નવ વર્ષ 30મી મેના રોજ પૂર્ણ થાય છે તેમના દુરંદેશી નિર્ણયોના કારણે આજે સમગ્ર દેશની પરિસ્થતિ બદલાઈ ગઈ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વના મુખ્ય 5 મુદ્દાઓ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને અટલ દ્રઢ નિશ્ચય હર હમેંશ કેન્દ્રમાં રહ્યા છે.

2024ની લોકસભા ચુંટણીઓને ખુબ ખુબ ઓછો સમય રહી ગયો છે. આવી તમામ બાબતો દરેક વ્યક્તિ સુધી પહોંચાડીને રાષ્ટ્ર સેવામાં જોતરવાની આપણી સૌની ફરજ છે. તે સૌ ફરજ આપણે સૌ નીષ્ઠાપૂર્વક નિભાવીએ તેવી અપીલ પ્રદેશ અધ્યક્ષ કારોબારીને કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, ભાજપાનો કાર્યકર્તા 365 દિવસ સક્રિય રહીને જનસેવાના વિવિધ પ્રકલ્પોને પરિપૂર્ણ કરે છે. ભાજપાનો કાર્યકર્તા ક્યારેય પણ માત્ર ચુંટણીલક્ષી , રાજકીય ગતિવિધિઓમાં રચ્યો પચ્યો રહેતો નથી પરંતુ સામાજિક જવાબદારીઓનું સતત નિર્વહન  કરે છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે દેશનો દરેક નાગરિકને વિશ્વાસ છે કે દેશ પર કોઇપણ પ્રકારની સમસ્યા આવશે તો તેનો ઉકેલ   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે છે અને તે સમસ્યાને તેઓ ઉકેલીને બતાવશે.

સંગઠન મહામંત્રી રત્નાકરજીએ 30 મે થી લઇને 30 જુન સુધી એક મહિનો ચાલનાર મહા જનસંપર્ક અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોની માહિતી ઉપસ્થિત સૌ સભ્યોને આપી હતી.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નૌ સાલ બેમિસાલ સાથે ભાજપા ઘર ઘર સંપર્ક કરશે. લોકસભા ક્ષેત્ર, વિધાનસભા ક્ષેત્ર મંડલ અને બુથ સુધીના વિવિધ કાર્યક્રમો 30મી મેં થી 30મી જુન દરમ્યાન યોજાશે. મહા જનસંપર્ક અભિયાન અંતર્ગત દરરોજ કોઈ ને કોઈ વિશિષ્ટ કાર્યક્રમનું મંડલ સુધી, બુથ સુધી આયોજન કરવામાં આવશે.  કે ભાજપાના કાર્યકર્તાઓ દરેક વ્યક્તિનો સંપર્ક કરશે અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપશે તે સાથે વિસ્તારમાં થયેલ વિકાસ કાર્યો અંગે ચર્ચા-વિચારણા હાથ ધરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.