Abtak Media Google News

ભારતની સૌથી વિશ્વસનીય સિમેન્ટસ બ્રાન્ડસમાં

અંબુજા તથા એસીસીએ ઉત્પાદન શ્રેણીમાં ટોચની ત્રણ બ્રાન્ડમાં પણ સ્થાન મેળવ્યું

અદાણ જૂથની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપનીઓ- અંબુજા સિમેન્ટ તથા એસીસીને ટીઆરએસ રિસર્ચ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2023માં સતત બીજા વર્ષે ભારતની સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ તરીકે માન્યતા મળી છે. અંબુજા સિમેન્ટ તથા એસીસી-એ ટોચની બે સિમેન્ટ બ્રાન્ડમાં સ્થાન પામવા ઉપરાંત રિપોર્ટની ઉત્પાદન શ્રેણીમાં ટોચની ત્રણ બ્રાંડમાં પણ સ્થાન મેળવ્યું છે.

Advertisement

ટીઆરએના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટમાં ભારતની સૌથી વિશ્વસનીય 1000 બ્રાન્ડ વિશે મૂલ્યવાન વિગતો આપવામાં આવે છે. આ વર્ષના સૌથી અગત્યનાં તારણો પૈકી એક તારણ ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં પારદર્શિતા તથા સામાજિક જવાદારીનો સમાવેશ થાય છે.

આ ક્રમમાં ‘ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ્સ 2023’ ના સર્વગ્રાહી રિપોર્ટમાં અંબુજા સિમેન્ટ તથા એસીસીએ અનુક્રમે 91 તથા 115 નું પ્રભાવશાળી રેન્કિંગ હાંસલ કર્યું છે. રેન્કિંગમાં આ નોંધપાત્ર સુધારો છે કેમ કે ગયા વર્ષના આ રિપોર્ટમાં બંનેનું રેન્કિંગ અનુક્રમે 246 અને 341 હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.