Abtak Media Google News

 નવા માઇલ સ્ટોન સાથે ઉંચે ચઢતો ગ્રોથ અને કામકાજમાં જંગી વૃદ્ધિ

ગત વર્ષે 109 દિવસમાં અદાણી પોર્ટસ એન્ડ સેઝે પરિવહન કરેલ 100 મિલીઅન મેટ્રિક ટન કાર્ગોના સમયગાળામાં 10 દિવસના ઘટાડાની તુલના કરતા પોર્ટ ખાતે પરિવહન સંચાલનની કાર્યક્ષમતામાં મહત્વનો સુધારો થયાનું ફલિત થાય છે.

પ્રણાલિકાગત વેપાર પ્રક્રિયાઓને નવા યુગની ડિજિટલ તકનીકો સાથે સાંકળવા માટે ટેકનોલોજી-આધારિત નવા અભિગમનો ઉપયોગ કરીને અદાણી પોર્ટ અને સેઝે 2025 સુધીમાં 500 મિલીઅન મેટ્રીક ટન કાર્ગો થ્રુપુટ હાંસલ કરવા માટેનું લક્ષ્ય નક્કી કર્યું છે. કંપનીના કાર્ગો હાઈપોઈન્ટને ઉત્તેજન આપનારા મુખ્ય કેટલાક પરિબળોમાં ફ્લીટ અને ફ્યુઅલ મેનેજમેન્ટ, એસેટ મોનિટરિંગ, કામગીરીઓનું ડિજિટલાઈઝેશન, મોબીલિટી, ઓપરેશનલ ઈન્ટેલિજન્સ અને એપ્લિકેશન્સ તથા કામગીરીના મોનિટરિંગના કારણે કાર્યક્ષમતામાં આવેલ નોંધપાાત્ર સુધારાનો સમાવેશ થાય છે.

એપીએસઇઝેડના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડાયરેકટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે દુનિયાની વિરાટ પોર્ટ કંપની અને 2030 સુધીમાં ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન સેવા પૂરી પાડનાર કંપની તરીકે ઉભરી આવવાની મહાત્વાકાંક્ષા 2021માં વ્યક્ત કરી હતી. જ્યારે કંપનીની બંદરીય કામગીરીનો વ્યાપ પાંચ બંદરોમાં ફેલાયેલો છે ત્યારે વાર્ષિક 100 મિલીઅન મેટ્રિક ટન કાર્ગો થ્રુપુટનું લક્ષ્ય હાંસલ કરતા 14 વર્ષ લાગ્યા હતા. એ પછીના પાંચ વર્ષમાં સમગ્ર નવ બંદરોના સંચાલન સાથે એપીએસઇઝેડે 200 મિલીઅન મેટ્રિક ટન કાર્ગોનું થ્રુપુટ હાંસલ કર્યું હતું. ત્યારે અમે ફક્ત 3 વર્ષમાં 300 મિલીઅન મેટ્રિક ટન કાર્ગોનું સિમાચિહ્ન હાંસલ કર્યું હતું. હવે અમે 2025માં અમારા કાર્ગો વોલ્યુમમાં 60 ટકાની વૃધ્ધિ કરવા અને 2030 સુધીમાં દુનિયાના સૌથી મોટા પોર્ટ ઓપરેટર તરીકે ઉભરી આવવા સજ્જ છીએ. એમ તેમણે કહયું હતું.

જૂન-2022માં અદાણી પોર્ટ એન્ડ સેઝે માસિક સૌથી વધુ 31.88 મિલીઅન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કર્યો હતો. જે 12 ટકાનો ઢ-જ્ઞ-ઢ કૂદકો હતો. ગત વર્ષથી કોલસાના વોલ્યુમમાં મજબૂત રીકવરી દર્શાવી છે. કોલસાના વોલ્યુમમાં ગયા વર્ષની સરખામણીમાં 25%ની મજબૂત રિકવરી ચાલુ રહી છે. ગત વર્ષની સરખામણીમાં અન્ય મુખ્ય ક્ષેત્રોનો  આ માસિક ઉછાળામાં યોગદાન રહ્યું છે તેમાં ક્રૂડ 17% અને ક્ધટેનર 6% છે. મુંદ્રા પોર્ટે  માસિક 21%ના વોલ્યુમની વૃદ્ધિ સાથે આ વિક્રમરુપ સિધ્ધિમાં શિરમોર યોગદાન આપ્યું છે. એ પછીના ક્રમે  હજીરા, કટ્ટુપલ્લી અને એન્નોર સંયુક્ત રીતે અને દહેજ  રહ્યા છે.

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અંગે વિશેષ

વૈશ્ર્વિક સ્તરે વૈવિધ્યકરણ ધરાવતા અદાણી ગ્રુપના એક અંગ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (અઙજઊણ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્નમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત 12 પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી 24 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અમારા પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ (જઇઝશ) ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલના 1.5  સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્ધતા દાખવી છે. વધુ વિગત માટે ૂૂૂ.ફમફક્ષશાજ્ઞિતિં.ભજ્ઞળ માધ્યમોની પૂછપરછ માટે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.