ખરબોપતિ થવાની રેસમાં અદાણીનો ‘પાવર’ અંબાણી કરતા વધ્યો !!!

  •  ભારતના બંદરોની કુલ ક્ષમતામાં  24 ટકા ક્ષમતા અદાણી ધરાવે છે !!!
  •  ચાલુ વર્ષમાં ગૌતમ અદાણીની મિલકતમાં ૨.૩૧ લાખ કરોડ રૂપિયા નો વધારો થયો, જે અંબાણી કરતાં પણ વધુ
હાલ સમગ્ર વિશ્વમાં ભારત પોતાનું આગવું સ્થાન ઉભુ કરવા માટે સતત મહેનત અને પ્રયત્ન હાથ ધરી રહ્યું છે જેના માટે વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રે પણ ભારત પોતાનો પગદંડો આવા માટે મહેનત કરી રહ્યું છે. ત્યારે ખરબો પતિ થવાની રેસમાં અદાણી નો પાવર અંબાણી કરતા વધ્યો છે અને ચાલુ વર્ષમાં આશરે 2.31 લાખથી કરોડ રૂપિયાની મિલકતમાં વધારો નોંધાયો છે. ભારત દેશ માટે દરિયાઈ પરિવહન પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે ત્યારે ભારતના કેટલા બંદરો છે તે પૈકી ૨૪ ટકા ની ક્ષમતા અદાણી પોર્ટ ધરાવે છે.
હાલ જે રીતે ગૌતમ અદાણી ખરબો પતિની રેસમાં મુકેશ અંબાણીને જે રીતે પછડાટ આપી રહ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે હાલ મુકેશ અંબાણી પોતાનો ગ્રાહક વર્ગ વધારવા માટે મહેનત કરી રહ્યા છે જ્યારે ગૌતમ અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં વધુ ને વધુ રોકાણ કરતા નજરે પડે છે પછી તે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત માટેનું હોય કે પછી સિમેન્ટ ઉદ્યોગ હોઈ. પ્રાણી આ સિવાયના અનેક વિવિધ ક્ષેત્રો જેવા કે માઇનિંગ વિતરણ વ્યવસ્થા ખાદ્યતેલ સહિત દરેક ક્ષેત્રે જંગી રોકાણ કરી રહ્યા છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં વધારો કરી રહ્યા છે જે ના પગલે તેમની આવક રાતના સમયમાં પણ ચાર ગણી વધી રહી છે.
વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને વળગી રહી ગુજરાતના ઉદ્યોગકારો દિન-પ્રતિદિન પ્રગતિ કરી રહ્યા છે અને દેશની અર્થવ્યવસ્થાને વિકસિત બનાવવા માટે મહેનત કરી રહ્યા છે. વિશ્વના ધનિકોની યાદી જો બહાર પાડવામાં આવે તો ગૌતમ અદાણી ૬ઠ્ઠા ક્રમે છે અને તેની નેટ ડેટ 20 મિલિયન ડોલર છે જે કુલ સાત તેની લિસ્ટેડ કંપનીને સંલગ્ન છે. બીજી તરફ ગૌતમ અદાણીએ 17 બિલિયન ડોલરનો ખર્ચ 32 કંપનીઓને એક્વિઝિશન માટે લગાવ્યો છે જે સ્પષ્ટ સૂચવે છે કે કંપની વેપાર વૃદ્ધિ તરફ સતત આગળ વધી રહી છે. તરફ રિલાયન્સના શહેરોની સાથોસાથ અદાણીના શેરો પણ સતત આગળ વધી રહ્યા છે જે સ્પષ્ટ સૂચવે છે કે આવનારા સમયમાં જે રોકાણકારો અદાણી માં રૂપિયા રોકયા હશે તેમને સારું એવું વળતર પણ મળશે.
ગૌતમ અદાણીની વેપાર વૃદ્ધિ
  1. ભારતની સૌથી મોટી અને સૌથી વધુ વૈવિધ્યસભર ખાનગી રેલમાર્ગ નું સંચાલન અદાણી લોજિસ્ટિક લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ૨૯ ટકાનો વધારો નોંધાયો છે તો સામે ટર્મિનલમાં પણ 19 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 
  2.  અદાણી લોજિસ્ટિકે 14 નવા રેકનો ઉમેરો કર્યો છે જેથી હવે એક ની સંખ્યા ૭૫ સુધી પહોંચી ગઈ છે. 
  3. વેરહાઉસીંગ સેગમેન્ટમાં પણ અદાણી લોજિસ્ટિકએ ૧૦૮ ટકાની વૃદ્ધિ નોંધાવી છે.
  4.  મુન્દ્રા પોર્ટ સિવાયના બંદરોના પોર્ટફોલિયોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને કાર્ગો બાસ્કેટમાં ૫૦ ટકા યોગદાન પણ આપવામાં આવ્યું છે.
  5.  પોર્ટની આવકમાં વૃદ્ધિના પગલે ઇબીઆઈટીડીએ 21 ટકા વધી 9120 કરોડે પહોંચ્યું.