Abtak Media Google News

આઝાદી કા અમૃત મહોત્સવમાં “મારુ ભારત સ્વસ્થ ભારત” સેમીનાર

આઝાદીકા અમૃત મહોત્સવ અને વિશ્વડ્રગ્સ ડિસ્ટ્રક્શન દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી રાજકોટના રવીરતના પાર્ક સેવા કેન્દ્ર દ્વારા મારુ ભારત સ્વસ્થ ભારત બને એ લક્ષ્યથી વ્યસન મુક્તિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું.

આ તકે ક્રાઇમ બ્રાંચના  એ.સી.પી. ડી.વી.બસૈયા સાહેબ, બી.ટી.ગોહિલ સાહેબ, ડેન્ટલ સર્જન ડો. પ્રદીપ ફળદુ, ડાયટીસીયન ડો.અંજલિ ગુજેરા, નિશા ચાવડા, કવિતા બટ્સના વગેરે દવારા વ્યસન મુક્તિ માટે માહિતી અને જાગૃતિ આપવામાં આવી.

ગીતાબેન સંકલ્પ શક્તિ અને દૃઢ મનોબળથી અચૂક વ્યસન મુક્તિ થઈ શકે છે અને મેડિટેશનને જીવનનો હિસ્સો બનાવી જીવનમાંથી તનાવ મુક્ત અને વ્યસન મુક્ત થઈ શકે છે. વ્યસન છોડીને મનુષ્ય જીવનની કદર કરી શકે છે.

બ્ર. કુ. ડિમ્પલબેન સર્વને રાજકોટવાસીઓ તેમજ દેશના તમામ નાગરિકોને વ્યસન મુક્ત બનાવવા ની પ્રતિજ્ઞા લેવા માટે અનુરોધ કરેલો હતો અને કાર્યક્રમના અંતમાં નલીનીબેન દ્વારા ભેટ-સોગાદો અને પ્રસાદ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.