Abtak Media Google News
રાજકોટના વધુ એક શખ્સની હત્યાના ગુનામાં ઢસાથી ધરપકડ: હત્યાનું કાવતરૂ અમદાવાદ જમાલપુર મસ્જીદમાં ઘડાયું’તું

અબતક,રાજકોટ

ધંધૂકાના કિશન શિવાભાઇ નામના યુવાનની થયેલી હત્યાની ઘટનાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે સરકાર દ્વારા સમગ્ર તપાસનો દોર એટીએસને સોપવામાં આવ્યો છે. એટીએસ દ્વારા હત્યા કેસની તપાસ દરમિયાન જેહાદી પ્રવૃતિ સામે આવતા ઝડપાયેલા દિલ્હી અને અમદાવાદના મૌલાના સહિતના શખ્સો સામે ગુજસીટોક અને અનલોફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શનની કલમનો ઉમેરો કર્યો છે.

અમદાવાદ જમાલપુરાના મૌલાના અયુબ યુસુફ જાવરાવાલાના મકાનની એટીએસ દ્વારા ઝડતી તપાસ કરવામાં આવતા એરગન અને એક તેને લખેલું ધાર્મિક પુસ્તક મળી આવ્યું હતું. જ્યારે દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માની અમદાવાદ, સુરત અને વડોદરાના 400 જેટલી વ્યક્તિઓની મુલાકાત કરી હતી તે પૈકીના કેટલાક યુવાનો તેનાથી પ્રભાવિત થયા હોવાનું અને તેઓને જેહાદી પ્રવૃતિમાં જોડવા બ્રેઇન વોસ કરયાનું પણ સામે આવ્યું છે.

કિશનની હત્યામાં સંડોવાયેલા રાજકોટના વધુ એક શખ્સની એસઓજીએ ઢસાથી ધરપકડ કરી છે. કિશનની હત્યાનું કાવતરૂ અમદાવાદ જમાલપુર મસ્જીદમાં મૌલવી અયુબ યુસુફ સાથે મળીને ઘડયું હોવાનું બહાર આવતા શબ્બીર ઉર્ફે સાબાને તપાસ અર્થે જમાલપુરા મસ્જીદમાં લઇ ગયા છે.

સોશ્યલ મિડીયામાં પોસ્ટ મુકવાના વિવાદના કારણે ગત તા.25 જાન્યુઆરીએ ધંધૂકામાં કિશનની ધંધૂકાના શબ્બીર ઉર્ફે સાબા અને ઇમ્તીયાઝ ઉર્ફે ઇમ્તુ પઠાણે

રાજકોટના વધુ એક શખ્સની હત્યાના ગુનામાં ઢસાથી ધરપકડ: હત્યાનું કાવતરૂ અમદાવાદ જમાલપુર મસ્જીદમાં ઘડાયું’તું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.