Abtak Media Google News

આજી-૩, ભાદર -૧, ફોફળ-૧, મોજ અને વેણુ ૨ સિંચાઈ યોજનામાંથી અનઅધિકૃત રીતે પાણી ખેંચવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ પ્રસિધ્ધ

રાજકોટ સિંચાઈ વિભાગ હેઠળના રાજકોટ જિલ્લાના આજી ૩ સિંચાઈ યોજના પડધરી તાલુકા, ભાદર ૧ સિંચાઈ યોજના જેતપૂર તાલુકા ફોફળ ૧ સિંચાઈ યોજના ધોરાજી તાલુકાક મોજસિંચાઈ યોજના ઉપલેટા તાલુકા અને વેણુ ૨ સિંચાઈ યોજના ઉપલેટા તાલુકા જળાશયમાથી કેનાલો,પાઈપલાઈનો માંથી સિંચાઈ, પીવાના પાણીનો અનઅધિકૃત ઉપાડ પાણી ચોરી, પાણી બગાડ બંધ કરવા જાહેરનામું બહાર પાડવા અરજી કરેલ છે.ને ૨૦૧૭ની ચોમાસુ સીઝનમાં જિલ્લામાં વરસાદ ધીમી ધાર અનેથોડો થોડો પડેલ હોય જિલ્લાનાં ડેમોમાં પૂરતા પાણીની આવક થયેલ નથી. તેમજ અમુક ડેમોમાં તો પાણીની નહિવત અને બીલકુલ પણ આવક થયેલન હોય તેવું પણ બનેલછે. જે પરિસ્થિતિ જોતા ઉકત દર્શાવવામાં આવેલ તમામ ડેમમાં પાણીનો ઉપલબ્ધ જથ્થો છેતેનો યોગ્ય ઉપયોગ થાય. પીવાના પાણીની તંગી ઉપસ્થિત નથાય અને પાણી ચોરીન થાય તે માટે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૩૩ (૧) એમ હેઠળ પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરવા જરૂરી જણાય છે.

Advertisement

જેથી પી.બી. પંડયા, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ સને ૧૯૫૧ના ગુજરાત તા.૧૨ડિસે. થી તા.૧૧ ફેબ્રુ.સુધી રાજકોટ ગ્રામ્ય જિલ્લાનાક આજી ૩ સિંચાઈ યોજના ભાદર ૧ સિંચાઈ યાજેનાફોફળ ૧ સિંચાઈ યોજના, મોજ સિંચાઈ યોજના, વેણુ ૨ સિંચાઈ યોજના વિસ્તારને પ્રતિબંધીત વિસ્તાર તરીકે જાહેર કરવાનો હુકમ કરૂ  છું.આ હુકમ અન્વયે ઉકત પ્રતિબંધીત વિસ્તાર કે તેના કેનાલ વિસ્તારમાં કોઈ વ્યકિત પ્રવેશ કરી પાણી ચોરી કરીશકશે નહિ ઓઈલ એન્જીન, ઈલે. મોટર બકનળી,કે કોઈ પણ પ્રકારના હસ્ત સંચાલીત કે યાંત્રીક મશીનથી ડેમમાં રહેલ પાણીનોજથ્થો અન અધિકૃત રીતે ઉપાડી શકશે નહી કે અન્ય કોઈ પણ રીતે ઉપાડ કરી શકશે નહી તેમજ પીવાના પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઈ જાય તેવું કૃત્ય કરી શકશે નહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.