કચ્છના ચિત્રોડમાં ટાંકામાંથી રૂ.20 લાખનો અંગ્રેજી દારૂનો જથ્થો પકડી પાડતી આડેસર પોલીસ

તાલુકાના ચિત્રોડ પાસે વાડીમાં અંડર ગ્રાઉન્ડ ટાંકામાંથી પોલીસે મોડી રાત્રે લાખોની કિંમતના શરાબના જથ્થ સાથે બે શખ્સને ઝડપી પાડયા હતા.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે આડેસર પોલીસે ચિત્રોડની સીમમાં ખટલાવાંઢની બાજુમાં આવેલી રમણીકભાઈ વીરુભાઈ ભંગેરિયા રહે.ખાનપરની વાડીમાં દરોડો પાડયો હતો. વાડીમાં બનાવેલા અંડર ગ્રાઉન્ડ ટાંકામાં તપાસ કરાતાં તેમાંથી શરાબની જુદી જુદી બ્રાન્ડની બોટલો મળી આવી હતી.

પોલીસે આ કાર્યવાહી દરમ્યાન મેકડોવેલ્સ નંબર-વન સુપિરીયર ઓરિજનલ વ્હિસ્કીની 11,520 બોટલો, રોયલ ગ્રેન્ડુર વ્હિસ્કીના 4,560 નંગ ક્વાર્ટરિયા, ટયુબર્ગ સ્ટ્રોંગ પ્રીમિયર બિયરના 3,960 નંગ ટીન સહિત 2,040 નંગ બોટલો કબ્જે કરવામાં આવી હતી. ઝડપાયેલા શરાબના જથ્થાની કિંમત રૂ. 20,04,000 આંકવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંજાર તાલુકાના તુણામાં સાયબર ક્રાઈમ પોલીની ટુકડીએ રૂ.23.33 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો, ત્યારે થોડા કલાકોમાં જ આડેસર પોલીસે 20 લાખનો શરાબ ઝડપી પાડતાં એક જ દિવસમાં કચ્છમાં પહોંચી આવેલો રૂ.43 લાખનો શરાબ ઝડપાયો હતો. આ મામલે પોલીસે ફરાર વાડીમાલિક આરોપી રમણીક ભંગેરિયાઅને મહેન્દ્ર ઉર્ફે મેંદો જીવણ કોલી સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓને ઝડપી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કરાયાં છે.આ કામગીરી આ કામગીરીમા પોલીસ સબ ઇન્સ્પેકટર રાવલ તેમજ પોલીસ સ્ટાફ જોડાયો હતો.