Abtak Media Google News

                        હવસખોર આરોપીને આદિપુર પોલીસે પકડ્યો Website Template Original File 2

આદિપુરમાં માસૂમ બાળકી સાથે વિકૃતિભર્યુ કામ કરનાર હવસખોર આરોપીને આદિપુર પોલીસે ઝડપી લીધો છે.આ અંગે આદિપુર PSI બી.જી.ડાંગરે વિગતો આપતાં જણાવ્યુ હતુ કે, શુક્રવારે બપોરે સાડા ત્રણના અરસામાં આ ઘટના બની હતી.

Screenshot 10

ભાડે રહેતાં પરિવારના મકાન નજીક પરાઠા હાઉસ ચાલે છે. પરાઠા હાઉસમાં કામ કરતાં પચાસેક વર્ષના આધેડ હવસખોરે બાળકીને  ચોકલેટ આપી હાથ પકડીને બાથરૂમમાં લઈ જઈ હવસનો ખેલ ખેલી મુખમૈથુન કરાવ્યુ હતુ. દરમિયાન પિતા બાળકીને શોધતાં શોધતાં સ્થળ પર આવી ચઢતાં આરોપી નાસી છૂટ્યો હતો.

આરોપી પુષ્પરાજ ઊર્ફે વીકી સંતકુમાર ગંગારામાની  વિરૂધ્ધ ઈપીકો કલમ 376  તેમજ પોક્સોની કલમ 5 અને 6 હેઠળ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરાઈ છે. આ કામગીરી આદિપુર  PSI  બી.જી ડાંગર તથા સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.

 

ભારતી માખીજાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.