Abtak Media Google News

જસપ્રિત બુમરાહનું ઘર ગુંજ્યું, પત્ની સંજનાએ પુત્રને જન્મ આપ્યો

જસપ્રિત બુમરાહ અને તેની પત્ની સંજના ગણેશનને 4 સપ્ટેમ્બરે એક પુત્રનો જન્મ થયો હતો. જસપ્રીત બુમરાહે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ભારતે હવે પોતાની આગામી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. ભારતને 4 સપ્ટેમ્બરે નેપાળ સામે મેચ રમવાની છે.

બૂમરાહએ પુત્રનું નામ શું રાખ્યું?

એશિયા કપ દરમિયાન જસપ્રિત બુમરાહ પિતા બન્યા બાદ ભારત પાર્ટ ફર્યો હતો. અને રામાયણથી પ્રેરિત થઈને પુત્રનું નામ રખવાનું નક્કી કર્યું હતું.  જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશને પોતાના પુત્રનું નામ અંગદ રાખ્યું છે. રોને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. જસપ્રીતે પોસ્ટ શેર કરતા લખ્યું.

બુમરાહ નેપાળ સામે નહીં રમે

ભારતે સોમવારે એટલે કે 4 સપ્ટેમ્બરે નેપાળ સામે મેચ રમવાની છે. ભારત માટે આ કરો યા મરો મેચ છે. જો ભારત નેપાળ સામે જીત નોંધાવવામાં નિષ્ફળ જશે તો તે એશિયા કપમાંથી બહાર થઈ જશે. પરંતુ આ મહત્વપૂર્ણ મેચ પહેલા ટીમના અનુભવી બોલર જસપ્રીત બુમરાહને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે.

મુંબઈ પાછો ફર્યો

દૈનિક જાગરણના અહેવાલ મુજબ જસપ્રીત બુમરાહ એશિયા કપ અધવચ્ચે જ છોડીને મુંબઈ પરત ફર્યો છે. બુમરાહની પત્નીએ પુત્રને જન્મ આપ્યો અને પિતા બનવાની ખુશુમાં બૂમરાહ ભારત પરત ફર્યો છે. તે નેપાળ સામેની મેચમાં ભાગ લઈ શકશે નહીં. જો કે જસપ્રીત બુમરાહ સુપર ફોર મેચો માટે શ્રીલંકા પરત ફરશે. એશિયા કપમાં આયર્લેન્ડ પ્રવાસથી ટીમ ઈન્ડિયામાં પરત ફરેલા જસપ્રીત બુમરાહ પાસેથી ચાહકોને ઘણી અપેક્ષાઓ છે. જસપ્રિત બુમરાહની બોલિંગ જોવા માટે ચાહકોને વધુ રાહ જોવી પડશે. નેપાળ સામેની મેચમાં જસપ્રીત બુમરાહની જગ્યાએ મોહમ્મદ શમી તૈયાર છે. શમીને પાકિસ્તાન સામેની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. આવી સ્થિતિમાં શમી પાસે નેપાળ સામે પોતાને સાબિત કરવાની મોટી તક હશે.

નેપાળ સામે ભારતના સંભવિત પ્લેઈંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.