Abtak Media Google News

ભચાઉ સમાચાર

ભચાઉ પોલીસે  સજેશન બોક્ષમાં મળેલ સુચન આધારે ગેરકાયદેસર હથિયા૨  નંગ- ૦૨ શોધી  કાઢ્યા છે .  પોલીસ મહાનિરીક્ષક  જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ કરછ ભુજ તથા સાગર બાગમા૨ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં SAFE KUTCH EAST CAMPAIGN અંતર્ગત દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓ.પી/બીટ વાઇઝ વધુ ભીડભાડ વાળા અને વધુ અવર જવર વાળા વિસ્તારમાં નાગરીકો સરળતાથી જોઇ શકે એ રીતે સજેશન બોક્ષ મુકવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું .

Screenshot 1 12

જે અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાઉનમાં આવેલ મહારાણા પ્રતાપ ચોકમાં, આમરડી ગામમાં, વોંધ ગામમાં તેમજ ચોબારી ઓ.પી ના ખારોઇ ગામના ત્રણ રસ્તા ૫૨ સજેશન બોક્ષ મુકવામાં આવેલ અને ગઇ કાલ તા.૨૯/૦૯/૨૦૧૩ ના રોજ ખારોઈ ગામના ત્રણ રસ્તા પર મુકેલ સજેશન બોક્ષ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.જી.ખાંભલા નાઓ દ્વારા ખોલવામાં આવેલ અને તેમાં એક જાગ્રુત નાગરીક દ્વારા લખેલ એક ચીઠી મળી આવેલ જે ખોલી વાંચી જોતાં તેમાં રમેશ વેલા  દેશી દારૂનો ધંધો કરે છે અને તેની પાસે બંદુક રાખે છે.તેવું સજેશન મળતાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે   ડી.જે.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને સુચના આપેલ હતી .

જે આધારે રમેશ વેલાના ઘરે જઈ ઝડપી  તપાસ કરતાં પોતાના ડબ્બાના રહેણાંક મકાનમાંથી દેશીદારૂ લીટર ૧૦/- તેમજ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ ૧૨ તેમજ દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૨૦૦/- મળી આવેલ અને સદર હું જગ્યાની ઝીણવટપૂર્વક તપાસ કરતાં બાથરૂમ પાસેની જમીન શંડાસ્પદ લાગતાં જમીનમા ખાડો ખોદી ચેક કરતાં ખાડામાંથી દેશીહાથ બનાવટની નાળ વાળી બંદુક નંગ ૦૨ મળી આવતાં પકડાયેલ આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા કલમ ૬૫(એ)(એ) ( એડ) ૧૧૬(બી) ૮૧ મુજબ તથા આર્મ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ) તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે .

 ગની કુંભાર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.