Abtak Media Google News

અરવલ્લી સમાચાર

Website Template Original File1 21

અરવલ્લીના પૂર્વ SP અને વર્તમાન ધારાસભ્યના ઘરે ચોરીનો બનાવ બન્યો છે . ભિલોડાના ધારાસભ્ય પી.સી. બરંડાના નિવાસસ્થાને તસ્કરો ત્રાટકયા હતા . મેઘરજના વાંકાટીંબા ગામે  ઘટના બની છે . ગતરાત્રીએ બે તસ્કરોએ ધારાસભ્યના ધર્મપત્નીને બંધક બનાવી ચોરીને અંજામ આપ્યો છે .

ધારાસભ્ય ગાંધીનગર વિધાનસભા ખાતે  ઉપસ્થિત હતા ત્યારે આ ઘટના બની છે . તસ્કરોએ એકલતાનો લાભ લઈ ચોરી કરી છે . જિલ્લા પોલીસ વડા સહિત પોલીસની વિવિધ ટીમો દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે . તસ્કરો દ્વારા ધારાસભ્યના  પત્નિને બંધક બનાવી સોનાના ઘરેણાંની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે . પોલીસે બે શકમંદોની  અટકાયત કરી છે . બંને શકમંદોની ઓળખ પ્રક્રિયા ચાલુ કરી છે .

 

ઋતુલ પ્રજાપતિ

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.