Abtak Media Google News

બીપીન પંચોલી અને વિનાયકભાઇની સંગાથમાં રાઇડર્સે અદભુત અનુભવ કર્યો

તાજેતરમાં ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર ઇન્ડિયન બાઇકર્સ સાથે રાજકોટથી સાસણ-દીવ સુધીની અદભુત સાહસિક ટ્રીપ યોજાઇ હતી. જેમાં ૧૬ યુવાનો જોડાયા હતા. આ સેલ્ફ બાઇક ડ્રાઇવરમાં ઇન્ડિયન બાઇકર બીપીન પંચોલી અને વિનાયકભાઇની સંગાથમાં રાઇડર્સે અદભુત અનુભવ કર્યો હતો.

ઇન્ડિયન બાઇકર્સ ના બીપીનભાઇ પંચોલી અને વિષ્ણુભાઇ મહેતાએ અલગ અલગ સિઘ્ધિઓ પ્રાપ્ત કરીને પોતાનું નામ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં નોંધાવ્યું છે. તેઓએ એક બહુ ચર્ચામાં આવેલ ગર્લ્સ મોટર સાયકલ ટ્રીપનું આયોજન ૨૦૧૭માં કર્યુ હતું. જેમાં ૩૭ ગર્લ્સ અને ૧ર૦૦૦ કી.મી. નું સાહસીક અને રોમાંચક અંતર ફકત ૪૭ દિવસમાં પાર કર્યુ હતું. આ ટ્રીપ એટલી ચર્ચામાં આવેલી કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોતે તેમની સાથે ફોટો પડાવી તેમનું સન્માન કર્યુ હતું. તેમને એક દિવસ માટે વડાપ્રધાનના મહેમાન બની તેમના નિવાસ સ્થાને ડીનર માણેલું. ઇન્ડિયન બાઇડર્સની ખુબી લેહ લખાદ છે જેમાં તેઓ ૧૩ દિવસ બધાને બાઇક પર લેહ લદાખ ફેરવે છે.

ઇન્ડિયન બાઇકર્સ અને પટેલ હોલીડેઝના સહયોગથી રર થી રપ ઓકટોમ્બર દરમ્યાનની ટ્રીપમાં રાજકોટથી સાસણ ગીર અને ત્યાંથી દીવ ફરીને રાજકોટ પરત એમ ૭૦૦ કી.મી. બાઇક પર સેલ્ફ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલું તેમાં સાસણમાં એક રાત અને દીવમાં બે રાત એમ ૩ રાત સારી હોટલમાં રહેવાનું અને જમવા ખાવા-પીવાનું પણ સામેલ હતું.

બીપીનભાઇ અને વિનાયકભાઇની સંગાથમાં રાઇડર્સને પહેલા કદી નહીં અનુભવેલો સાહસનો અનુભવ થયો. તેમણે ઇન્ડિયન બાઇકર્સ ના અલગ અલગ અનુભવોને મનભરીને સાંભળ્યા અને માણ્યાં.

આધુનિક સમાજમાં સ્ત્રીઓ પુ‚ષ સમોવડી અને ઘણી બાબતમાં તેનાથી પણ ચઢીયાતી મનાય છે. પણ હજી સમાજનો ઘણો ભાગ એવો છે કે જેમાં સ્ત્રીઓને આઝાદી જોઇએ તેવી મળતી નથી. એ સ્ત્રીઓને પ્રેરણા પુરી પાડવા અને સેલ્સ કોન્ફીડન્સ લાવવા આગામી ટુરનું આયોજન દેવ-દિવાળી પછી કરવામાં આવ્યું છે. તેમ ‘અબતક’ ની મુલાકાતે આવેલા બીપીનભાઇ પંચોલી તથા અગ્રપીઓએ જણાવ્યુઁ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.