Abtak Media Google News

સૌરાષ્ટ્રભરમાં પ્રસિદ્વ એવા વાંકાનેરની રતન ટેકરી પર બિરાજતા સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. પ્રાકૃતિક સૌદર્યથી ભરપુર એવી ચમત્કારિક કથા સાથે જોડાયેલ રતન ટેકરી ઉપર હાલ પકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જડેશ્વર મહાદેવ મંદિરના એક વખત દર્શન માત્રથી જીવનની તમામ ઉપાધિઓમાંથી મુક્ત થઇ જવાની આસ્થા આજે પણ અડીખમ છે  મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશતાની સાથે જ બંને બાજુ હરોળબદ્ધ રૂમો આવેલ છે. જેમાં યજમાનોના ધાર્મિક કાર્યો પૂર્ણ કરવા ભૂદેવોનો વાસ થાય છે. દક્ષિણ દિશામાં પ્રવેશદ્વાર ધરાવતું સ્વયંભુ જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જેના ગર્ભગૃહમાં પ્રવેશતા બંને બાજુ પણ પ્રવેશ દ્વારો આવેલા છે. મુખ્ય પવેશદ્વારની સામે જ નંદીનું મંદિર આવેલું છે. જે સુંદર નકશીકામથી ચાર થાંભલીઓથી આવરી લેવાયું છે.મંદિરના ગર્ભગૃહમાં ઉપરના ગુંબજ પર ફરતી બાજુ સુંદર નકશીકામ જોવા મળે છે. જેમાં દેવી દેવતાઓની કૃતિઓ આવેલી છે. મંદિરમાં વડોદરાના દિવાનની પાઘડી અન સેલુ આજે પણ હયાત છે. જે મંદિર આ દિવાને મંદિરની દૈવી શક્તિથી પ્રભાવિત થઇને બંધાવ્યું હતું અને મુખ્ય મંદિરમાં સામે જ જડેશ્વર દાદા બિરાજે છે. મંદિરમાં ચારેબાજુ શિલ્પ કળાની બેનમુન કારીગરી જોવા મળે છે. મુખ્ય મંદિરની પાસે જ રાવડેશ્વર મંદિર આવેલું છે. જે પણ આ મંદિરના ઈતિહાસ માં અતિ મહત્વ ધરાવે છે. જડેશ્વર મહાદેવ મંદિરના સમગ્ર પ્રાંગણની આસપાસ જ્યાં નજર કરીએ ત્યાં પ્રકૃતિની અદભુત સુંદરતાના દર્શન થાય છે. પગથીયાના રસ્તે મંદિરથી ઉતરતા જ સામે પૌરાણિક વાવ આવેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.