Abtak Media Google News

જામનગરના ૧૧૪ અને ભુજના ૬૩ સહિત કુલ ૨૯૫ ફીડરો બંધ: રાજકોટ ગ્રામ્યના નવા ૪૦ વીજપોલ અને ૨ ટીસીને નુકસાન

સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી મેઘમહેર રહેતા અનેક ગામોનો વિજ પુરવઠો અસરગ્રસ્ત થયો છે. સૌરાષ્ટ્રના ૯૬ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો છે. ઉપરાંત વરસાદના કારણે વધુ ૩૦૮ વીજપોલ અને ૧૬ ટીસી ડેમેજ થયા છે.ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના કુલ ૨૯૫ ફીડર હાલ બંધ હાલતમાં છે.

Advertisement

સૌરાષ્ટ્રના ૯૬ ગામોમાં વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો છે. પોરબંદરના ૧૩, જુનાગઢના ૯, જામનગરના ૭૦, ભાવનગરના ૧ અને અમરેલીના ૩ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ઉપરાંત રાજકોટ ગ્રામ્યના ૬, મોરબીના ૨૨, પોરબંદરના ૧૧, જુનાગઢના ૧૭, જામનગરના ૧૧૪, ભુજના ૬૩, અંજારના ૪, ભાવનગરના ૪૨, બોટાદના ૨ અને સુરેન્દ્રનગરના ૧૪ ફિડરો બંધ હાલતમાં છે. આ ફિડરો પૈકી ૨૧ જયોતીગ્રામ, ૨૭૦ ખેતીવાડી, ૩ અન્ય અને એક અર્બન ફિડર છે.

વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં વધુ ૩૦૮ વીજપોલ અને ૧૬ ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે. રાજકોટ ગ્રામ્યમાં ૪૦ વીજપોલ અને ૨ ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું છે. રાજકોટ ગ્રામ્યમાં ૧૬૯, મોરબીમાં ૯, પોરબંદરમાં ૭૫, જુનાગઢમાં ૧૭૫, જામનગરમાં ૧૧૬, ભુજમાં ૨, બોટાદમાં ૫૫, ભાવનગરમાં ૨૩૧, અમરેલીમાં ૬૮ અને સુરેન્દ્રનગરમાં ૧ વીજપોલ હાલ ડેમેજ થયેલ હાલતમાં છે. આ સાથે રાજકોટ ગ્રામ્યમાં ૧૨, પોરબંદરમાં ૮, જુનાગઢમાં ૧૬, ભાવનગરમાં ૧૨, બોટાદમાં ૮ અને અમરેલીમાં ૨ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત હાલતમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.