Abtak Media Google News

૧૧ સપ્ટેમ્બરથી ૧૦ ઓકટોબર સુધી ઈન્ટરનેશનલ ફૂટબોલ કેમ્પ: ૩૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો

સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ, જીનીયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુટ અને ડીસ્ટ્રીક ફુટબોલ એસોસીએશન રાજકોટ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી ૧૧ સપ્ટેમ્બરથી ૧૦ ઓકટોબર સુધી ફુટબોલ કોચીંગ કેમ્પનું આયોજન કરાયું છે. જેનો શુભારંભ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ હતો.સામાન્ય રીતે ભારતમાં લોકોને ક્રિકેટનો ક્રેઝ વધુ હોય છે પરંતુ રાજકોટના યુવાનોમાં ફુટબોલનો ક્રેઝ પણ જોવા મળ્યો છે. આ ફુટબોલના ક્રેઝને ધ્યાનમાં લઈ બાળકો માટે ઈન્ટરનેશનલ કોચીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આફ્રિકાના ધાનાથી પ્રસિઘ્ધ ખેલાડી જોએલ મુંબસીયા બાળકોને ફુટબોલ રમતની તાલીમ આપશે.ધાનાના પ્રસિઘ્ધ ફુટબોલ પ્લેયરે તેના ફુટબોલ કેરીયર વિશે જણાવ્યું કે તે ૧૦ વર્ષનો હતો ત્યારથી જ ફુટબોલ રમવાનું શ‚ કયુર્ં હતું અને દરેક વખત ખુબ સારુ પરફોમર્સ આપવાનો પ્રયત્ન કર્યો હતો.આથી ૧૭ વર્ષની ઉંમરે ધાનામાં નેશનલ ફુટબોલ મેચમાં સફળતા મેળવી હતી. ઉપરાંત સખત મહેનત અને નિષ્ણાંતોના માર્ગદર્શન મળવાના લીધે ૨૦ વર્ષની ઉંમરે જયોર્જીયામાં ફુટબોલ મેચ રમી નવા ઉભરતા ફુટબોલ ખેલાડીઓને એટલું જ કહેવા માંગીશ કે સખત મહેનત કરો તો સફળતા અવશ્ય મળે જ છે.ભગવાન હંમેશા તમને મદદ કરે છે. ગુજરાતના લોકોમાં પણ ફુટબોલનો ક્રેઝ વધતો જાય છે. ત્યારે મને આ બાળકોને તાલીમ આપવાનો મોકો મળ્યો તે મારા માટે ખુશીની વાત છે.આ પ્રસંગે ઉપસ્થિત રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખેલાડીઓમાં ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, હાર્ડવર્ક, લગન, ખંતપૂર્વક, ટીમ સ્પીરીટ, પોઝીટીવ થીકીંગથી કામ લેશો તો કોઈપણ ક્ષેત્રે સફળ થશો.જયારે કાર્યક્રમના આયોજક જીનીયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુટના ચેરમેન ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, ૧૧ સપ્ટેમ્બરથી યોજાયેલ આ ઈન્ટરનેશનલ ફુટબોલ કોચીંગ કેમ્પમાં અન્ય દેશમાંથી સફળ ફુટબોલ પ્લેયરને બોલાવી બાળકોને કોચીંગ આપવામાં આવશે. જે અંતર્ગત આફ્રિકાના ધાનામાંથી જોએલ મુંબસીયા જે સફળ ફુટબોલરને રાજકોટમાં લાવ્યા છીએ. જેથી બાળકોને ફુટબોલ અંગે તાલીમ મળી રહે. આ કાર્યક્રમ અંતર્ગત ૩૦૦ જેટલા બાળકોએ તાલીમ કેમ્પમાં ભાગ લીધો છે. જેઓ રાજકોટના પોલીસ ગ્રાઉન્ડ, રેલવે ગ્રાઉન્ડ અને રેસકોર્સ ગ્રાઉન્ડ એમ ત્રણેય અલગ અલગ ગ્રાઉન્ડનો અનુભવ ૩૦ દિવસ સુધી કરાવાશે. ઉપરાંત આફ્રિકાના જોએલ મંબુસીયા ઈન્ડીયન સુપરલીગમાં પણ નામ રોશન કયુર્ં છે. ફુટબોલમાં તે શ્રેષ્ઠ ખેલાડી સાબિત થયો છે. આથી રાજકોટના યુવાનોને ફુટબોલ ક્ષેત્રમાં અવનવી કુશળતા અને ટ્રીક જાણવા મળશે.આ પ્રસંગે રાજકોટ ડીસ્ટ્રીક ફુટબોલ એસોસીએશનના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, સમાજ કલ્યાણ ખાતાના ચેરમેન જૈમીનભાઈ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.