લાંબા ગાળા બાદ શાળાઓ તો ખૂલી પણ વિધાર્થીઓને અનુકૂળ ખરા..?

કોરોના મહામારીમાં છેલ્લા ૧૮ માસથી બંધ શૈક્ષણિક કાર્ય હવે કોરોના નબળો પડતાં સરકાર ધીમે ધીમે શરૂ કરી રહી છે. ત્યારે સૌથી અગત્યની બાબત પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણની ગણાશે, ૧ર થી ૧૪ વર્ષના ત‚ણો કે જે ધો. ૬ થી ૮ નો અભ્યાસ કરી રહ્યા છે. તેની ફેસ ટુ ફેસ શાળા ગઇકાલથી શરૂ થઇ છે. સરકારી ગાઇડલાઇન મુજબ શરુ થયેલ શાળામાં વાલીની સંમતિ સાથેને બિમારી ન હોય તેવા જ છાત્રો હાલ શૈક્ષણિક કાર્યમાં જોડાય રહ્યા છે.

કોરોનાને કારણે આ છાત્રોની છેલ્લા ૧૮ માસની મનો વ્યથા ઘ્યાને લઇને શાળા સંકુલે અને શિક્ષકે શિક્ષણ કાર્ય કરાવવું પડશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડિતે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવેલ કે શિક્ષકે મિત્ર અને વાલી બન્ને રોલ કરીને બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ તરફ વાળવા પડશે.

જીલ્લા શિક્ષણ તાલિમ ભવનના પ્રાચાર્ય વી.ઓ. કાચાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાળકોને જોયફુલ લનીંગથી શૈક્ષણિક રમકડાના માઘ્યમ વડે માત્ર પ્રારંભે અભ્યાસક્રમનો માત્ર પરિચય જ કરાવવો જરુરી છે.

નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨ ના પ્રથમ ત્રણ માસ પસાર થયા બાદ શાળા શરુ થયેલ છે, જેથી અભ્યાસક્રમને ઘ્યાને લેતા છાત્રોના રસ, વલણોને અનુસરીને શિક્ષકે શૈક્ષણિક કાર્ય કરાવવું પડશે. શાળા સંકુલે શાળાનું અને શિક્ષકે વર્ગખંડનું વાતાવરણ જ એવું ઉભુ કરવું પડશે કે જેમાં છાત્રોને બેસવું, આવવું, રમવું ને ભણવું ગમે દરેક શિક્ષકે અભ્યાસ પહેલા બધા છાત્રોને માનસિક વાતાવરણ પુરુ પાડવું પડશે. ઓનલાઇન અભ્યાસની છેલ્લા દોઢ વર્ષથી પડેલી ટેવને પ્રત્યક્ષ શિક્ષણ તરફ વછાળવા પડશે.

શિક્ષણ કાર્યમાં સૌથી અગત્યની બાબત રસ ‚ચિને વલણો છે તેના આધારે જ તમો તેને સર્ંવાગી વિકાસ તરફ લઇ જઇ શકો છે તે વાત આચાર્ય અને શિક્ષકે પવર્તમાન સંજોગોમાં સમજવી પડશે. બાળકોને માનસિક રીતે સજજ કર્યા બાદ જ શૈક્ષણિક કાર્યમાં જોડવા જરૂરી છે.

શિક્ષકે છાત્રોના વાલી અને મિત્ર બનવું પડશે:
અતુલ પંડિત (ચેરમેન, શિક્ષણ સમિતિ, રાજકોટ)

ધો. ૬ થી ૮ ના ૧ર થી ૧૪ વર્ષના છાત્રોને કોરોના મહામારી બાદ શરુ થયેલ શાળામાં શિક્ષકે તેના વાલી અને મિત્ર બન્ને બનીને શિક્ષણ સાથે તેનું તાદાત્મય  જોડવું જરુરી છે. શાળા કે વર્ગ ખંડનું વાતાવરણ જ એવું નિર્માણ કરો કે બાળકોને આવવું-બેસવું ને ભણવું ગમે

ધો. ૬ થી ૮ના છાત્રો સ્વસ્થ માનસિક વાતાવરણ પુરૂ પાડો:
વી.ઓ. કાચા (પ્રાચાર્ય, ડાયેટ, રાજકોટ)

૧ર થી ૧૪ વર્ષના ત‚ણોની કોરોના મહામારી વચ્ચેની તેની મનોવ્યથા સમજીને તેને પ્રારંભે માત્ર અભ્યાસક્રમનો પરિચય કરાવવો જરુરી છે. જોયફુલ લનીંગ સાથે સીધું ભણાવવાનું શરુ ન કરતાં તેને પ્રારંભે શૈક્ષણિક રમકડાના માઘ્યમથી શિક્ષણ પ્રત્યે રસ-‚ચિ પેદા કરવા જરુરી છે.