Abtak Media Google News

નંબર વગરની કારમાં પેટ્રોલ પુરાવી પૈસા આપ્યા વગર નાશી છુટેલી ત્રિપુટી સામે ફરીયાદ

 

જામનગર  રાજકોટ ધોરી માર્ગ પર  કારમાં આવેલ ત્રણ સખ્સોએ ત્રણ હજારનું પેટ્રોલ પુરાવી નાશી ગયા હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ત્રણેય સખ્સોની શોધખોળ માટે હાઈવે પર સીસીટીવી ફૂટેઝ ચકાસી, આરોપીઓને ઓળખવા સહીતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર નજીક ખીજડીયા પાટિયા પાસે આવેલ જય શ્રી રામ પેટ્રોલ પંપ પર ગઈ તા. 2જીના રોજ રાત્રે દોઢેક વાગ્યે એક કાર આવી હતી. ડ્રાઈવીગ સીટ પર બેસેલ ચાલકે ફીલર તરીકે કામ કરતા મનીશભાઇ નરેન્દ્રભાઇ પારીયા રહે.મોટી બાણુગાર વાળાને રૂપિયા 3100નું પેટ્રોલ પૂરી દેવા કહ્યું હતું. જેને લઈને ફીલર મનીષે કારમાં 33 લીટર પેટ્રોલ પૂરી દીધું હતું. ત્યારબાદ રૂપિયા માંગતા ચાલક સીટ પર બેઠેલ સખ્સે પાછળની સીટ પર બેઠેલ સખ્સ પાસેથી રૂપિયા લેવા કહ્યું હતું. કારમાં પાછળની સીટ બેઠેલ વ્યક્તિએ કાર્ડ આપી ક્રેચ કરી લેવા કહ્યું હતું. કાર્ડ ક્રેચ કરી પરત આપતા જ કાર ચાલકે કાર પુર ઝડપે હંકારી મૂકી હતી. રૂપિયા ચૂકવ્યા વગર નાશી ગયેલ સખ્સો અંગે ફીલર મનીષે માલિકને જાણ કરી હતી. ત્યારબાદ મનીષે અજાણ્યા સખ્સો સામે પંચકોશી એ ડીવીજનમાં છેતરપીંડી અંગે ફરીયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે નંબર પ્લેટ વગરની ફીગો કાર અને આરોપીઓને શોધવા કવાયત શરુ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.