Abtak Media Google News

શાપર-વેરાવળથી બસમાં વહેલી સવારે નીકળેલી યુવતીને ૧૮૧ મહિલા હેલ્પલાઇને બસ સ્ટેશનથી રેસ્કયુ કરી સફળ કાઉસેલીંગ કરતા યુવતીએ આપઘાત કરવાનું ટાળ્યું

ગોંડલ રોડ પર આવેલા શાપર વેરાવળમાં રહેતી અને ધો.૧રમાં નાપાસ થયા બાદ બીજીવાર પરિક્ષા આપતી યુવતિને માતા-પિતાએ ટીવી અને મોબાઇલ ફોન જોવાની ના કહેતા લાગી આવતા યુવતિએ ઘરેથી નીકળી ગયા બાદ રાજકોટમાં આપઘાત કરવા આવી હતી. બનાવની ગંભીરતાને ઘ્યાને રાખી ૧૮૧ મહીલા હેલ્પલાઇન ની ટીમે વહારે આવી યુવતિને આપઘાત કરતા અટકાવી હતી.આ અંગેની વિગત મુજબ સવારે ૦૬.૩૨ વાગ્યે ૧૮૧ અભયમ મહીલા હેલ્પલાઇન પર યુવતિના ભાઇ દ્વારા કોલ આવેલ મારી બહેન વહેલી સવારે ઘરેથી આત્મહત્યા કરવા રાજકોટની બસમાં બેસી ગયેલ હોય જે બસ પાંચ થી દસ મીનીટમાં રાજકોટ બસ સ્ટેન્ડે પહોંચશે તેથી ૧૮૧ વાન મદદે મોકલો આથી ૧૮૧ ટીમ સાથે રાજકોટ નવા બસ સ્ટેન્ડે પહોચતા ઇન્કવાયરીમાં બસની પુછપરછ કરતા બસ આવેલ ન હોય ત્યારબાદ બસ તેમના કપડાના રંગથી ૧૮૧ ટીમે બસમાંથી ઉતરતાની સાથે જ રેસ્કયુ કરેલ યુવતિને મળતા પોતાનું નામ રોશની તથા ગામનું નામ તથા બધી વિગત ખોટી જણાવતા હોય ત્યારબાદ સહાનુભૂતિ પૂર્વક કાઉન્સેલીંગ કરતા તેમની પાસે રહેલ બેગ ચકાસવા માટે આપેલ ત્યારબાદ તેમાં રહેલ આધાર કાર્ડની ઝેરોક્ષ મળી આવેલ. જેથી તેમાં યુવતિનું નામ પુનમ હોય તેઓ રાજકોટ જીલ્લાના શાપર ગામ

Advertisement

નજીકના વતની હોય ત્યારબાદ  આ રીતે નીકળી જવાનું કારણ અંગે કાઉન્સલીગ કરતા તેઓએ જણાવેલ પોતે એકવાર ૧રની પરીક્ષામાં નાપાસ થયેલ હોય અને બીજીવાર પરીક્ષા આપેલ જેથી તેમના મમ્મી-પપ્પા ટેલીવીઝન તથા ફોનનો ઉપયોગ કરવાની મનાઇ કરતા હોય  અને તેઓને મારી કોઇ કદર જ નથી જેથી મારે આત્મહત્યા કરી લેવી છે. ત્યારબાદ તેમના મમ્મી-પપ્પાનો સં૫ર્ક કરતા તેઓને જાણ વગર બહેન ઘરેથી વહેલી સવારે  નીકળી ગયેલ જેથી તેમના ગામની સવારની પહેલી બસ રાજકોટની હોય તેથી બસ કંડકટરનો સંપર્ક કરતા તેઓની દીકરી રાજકોટ વાળી બસમાં હોય જેથી તેમના મમ્મી પપ્પા પણ રાજકોટ આવી ગયેલ અને બહેને આપેલ માહીતી સાચી હોય જેથી યુવતિનું ફરી કાઉન્સેલીંગ કરે અને તેમના મમ્મી-પપ્પા જે સમજાવતા હોય તે તેમના હિતમાં હોય જેથી આવો ફરી પ્રયત્ન ન કરવા સમજાવેલ, પરંતુ પરીક્ષામાં નાપાસ થવાથી યુવતિ ડિપ્રેશનમાં હોય જેથી ૧૮૧ ટીમ દ્વારા કાઉન્સેલીંગ કરતા મમ્મી-પપ્પા સાથે ઘરે જવા માટે તૈયાર થઇ ગયેલ અને ફરી આવું વર્તન નહી કરે તેવું ૧૮૧ ટીમને જણાવેલ. ત્યારબાદ યુવતિનું તેમના પરિવાર સાથે સુખદ મીલન કરાવેલ. જેથી યુવતિના માતા-પિતાએ સરકારની ૧૮૧ અભયમ મહીલા હેલ્પલાઇન કાઉસેલર ઉર્મિલા વી.ડાંગર, કોન્સ્ટેબલ જયોતિબેન જોલિયા, પાઇલોટ ધિરેન્દ્રસિંહ વાઘેલા ની ટીમનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.