Abtak Media Google News

રોબસ્ટ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ન્યુ રેસકોર્સ ડેવલોપમેન્ટ હેઠળ અટલ સરોવર ડેવલપમેન્ટ પ્રોજેકટની માહિતી જાહેર કરતા ચેરમેન અને મ્યુનિ. કમિશનર બંછાનિધી પાની

રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.સ્માર્ટ સીટી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મિટીંગ આજે મળી હતી જેમાં સ્માર્ટ સીટી એ.બી.ડી. એરીયા એટલે કે ટી.પી. સ્કીમ નં ૩૨ રૈયામાં કુલ ૬૮૪ કરોડનાં વિકાસ કામોને મંજુરી આપવામાં આવેલ છે. જેમાં ‚રુ. ૫૪૮ કરોડનાં ખર્ચે રૈયા ટી.પી. સ્કીમ ૩૨માં રોબસ્ટ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રુ.૧૩૬ કરોડનાં ખર્ચે રૈયા ટી.પી. સ્કીમ ૩૨માં ન્યુ રેસકોર્સ ડેવલોપમેન્ટ હેઠળ અટલ સરોવર ડેવલપમેન્ટનો સમાવેશ કરાયો છે. રુ ‚. ૫૪૮ કરોડનાં ખર્ચે રૈયા ટી.પી. સ્કીમ ૩૨માં રોબસ્ટ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા આયોજન કરેલ છે. જેમા રોડ નેટવર્ક, બી.આર.ટી.એસ. કોરીડોર તથા બસ સ્ટોપ,  સ્માર્ટ લાઇટીંગ, ૨૪ડ૭વોટર સપ્લાય, યુટીલીટી ડ્ક્ટ, સ્ટોમ વોટર, સીવરેજનો સમાવેશ થશે. વધુમાં, અત્યાર સુધી ક્યારેય પણ અમલમાં ન આવી હોય અને પોતાનામાં એક આગવી એવી ડીસ્ટ્રીક્ટ કુલીંગ સિસ્ટમ પણ રાજકોટ સ્માર્ટ સીટીની એક અનેરી ભેટ હશે. આ યોજનાની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Advertisement

સ્માર્ટ સીટી રૈયા વિસ્તારમાં કુલ ૨૧ કી.મી. ઇન્ટીગ્રેટેડ રોડ ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઇન્ટીગ્રેટેડ રોડ ભારતભરમાં સ્માર્ટ રોડનું એક ઉદાહરણ બનશે. આ ઉપરાંત સ્માર્ટ સીટી વિસ્તારમાં અંદાજીત ૧૦.૫૦ કી.મી. લંબાઇમાં બી.આર.ટી.એસ. કોરીડોર તથા બસ સ્ટોપ ડેવલપ કરવામાં આવનાર છે. ડી.આઇ. પાઇપ લાઇન નેટવર્ક, સ્માર્ટ મીટર ,સ્કાડા સિસ્ટમ તથા ન્યુમેટીક પમ્પીંગ સિસ્ટમથી સજ્જ ૨૪ ડ્ઢ ૭ વોટર સપ્લાય નેટવર્કનું આયોજન કરવામાં આવેલ છે.  સ્માર્ટ સીટી વિસ્તારમાં  રોબસ્ટ ડ્રેનેજ કલેક્ટીવ સિસ્ટમ તથા પમ્પિંગ સ્ટેશન સાથેની સીવરેજ સિસ્ટમ તૈયાર કરવામાં આવનાર છે.

Rmc 1 1

સ્માર્ટ સીટી વિસ્તારમાં હૈયાત એસ.ટી.પી.નાં ટ્રીટેડ પાણીને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુધ્ધ કરી ભવિષ્યની વધારાની માંગને પહોચી વળવા સ્માર્ટ ૩૩ કી.મી. રિસાયકલ્ડ પાણીનાં નેટવર્કનું આયોજન કરવામાં આવેલ છે. ઓપન ચેનલ અને આર.સી.સી. બોક્સ ડ્રેઇન નેટવર્કનાં સંયોજનથી મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણીનાં નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કનું આયોજન કરવામાં આવેલ છે.  સ્માર્ટ સીટી પ્રોજેક્ટ માટે શેરી લાઇટીંગ અને એલાઇડ સપોર્ટ સિસ્ટમને ધ્યાનમાં લેવામાં આવી છે. સ્માર્ટ લાઇટનાં લીધે પાવરનો બચાવ થશે અને જે કાર્બન ઇમીશન ઘટાડીને પર્યાવરણને ફાયદો આપશે.  પાવર કેબલ તથા ઓ.એફ.સી.કેબલ નેટવર્ક મુકવા માટે સ્પેશીયલ આર.સી.સી. ડ્ક્ટસ,બનાવવા અંગે આયોજન કરવામાં આવેલ છે..  ડીસ્ટ્રીક્ટ કુલીંગ સીસ્ટમનો કન્સેપ્ટ સૌરાષ્ટ્રમાં પહેલીવાર અમલવારી કરવામાં આવનાર છે. ડી.સી.એસ. એ ઉર્જા બચાવતું એરકંડીશનીંગ સિસ્ટમ છે. જે પરંપરાગત એર કન્ડીશનીંગ સિસ્ટમથી ૩૫% જેટલી ઓછી ઉર્જાનો ઉપયોગ કરે છે.

Smart-City-Board-Of-Directors-Approves-Development-Works-Of-684-Crore
smart-city-board-of-directors-approves-development-works-of-684-crore

એ.બી.ડી વિસ્તારમાં અટલ સરોવર ડેવલપમેન્ટનું રૂ. ૧૩૬ કરોડનાં કામને સૈધાતિંક મજુંરી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તરફથી આપવામાં આવેલ છે.  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી.નાં બેનર હેઠળ ટી.પી. સ્કીમ-૩૨ રૈયા વિસ્તારમાં અંદાજીત ૧૦૦ વર્ષથી વધુ સમયગાળા બાદ નવા ત્રણ તળાવ વિકસાવવા અંગે આયોજન કરવામાં આવેલ છે. માસ્ટર પ્લાન મુજબ કુલ ત્રણ લેઇક ડેવલપ કરવામાં આવનાર છે, જે પૈકી અટલ સરોવર સ્માર્ટ સીટી એરીયા બેઇઝડ ડેવલપમેન્ટ રૈયા વિસ્તારનાં ઉત્તર પશ્ચિમમાં આવેલું છે. રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. અટલ સરોવરને એક આગવી ઓળખ તરફ વિકસાવવા માંગે છે, જેમાં નીચે મુજબ વિવિધ સગવડતાઓ ઉભી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.