Abtak Media Google News

સીજી રોડ હવે સ્માર્ટ પાર્કિંગ મેનેજમેન્ટ, સ્માર્ટ પોલ્સ, વાઈ-ફાઈ આધારિત સ્ટ્રીટલાઈટ મોનિટરિંગ, ટ્રાફિક સર્વેલન્સ કેમેરા, સુમેળ ભર્યા ટ્રાફિક સિગ્નલ્સ, ફ્રી પ્લાન્ટેશન, સ્પીડ બ્રેકર્સ ઉપરાંત સાઈન બોર્ડ જેવી સુવિધાઓથી સજ્જ

અમદાવાદમાં અખઈ દ્વારા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સી.જી રોડના કરાયેલા ખાસ નવીનિકરણ બાદ તેને પબ્લિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. નવા ડિઝાઈન કરાયેલા રોડમાં રાહદારીઓ માટે વધારે પહોળી ફૂટપાથ રખાઈ છે. રોડની બાજુમાં થોડા થોડા અંતરે બેસવા માટે બેન્ચો મુકાઈ છે. છાયડો અને ગ્રીનરી માટે મોટા-મોટા વૃક્ષોનું પણ લગાવવામાં આવ્યા છે.

સી.જી રોડની નવી ડિઝાઈનમાં પોતાનું વાહન પાર્ક કરવા ઈચ્છતા લોકોને મેઈન રોડ સુધીની સુવિધા મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે સાથે જ રાહદારીઓ શાંતિથી સુરક્ષિત રીતે ચાલી શકે તેનું પણ ધ્યાન રખાયું છે. ઉપરાંત લોકો આરામ કરી શકે તે માટે બેન્ચોની પણ વ્યવસ્થા કરાઈ છે.

સી.જી રોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્માર્ટ ઈન્ટરનેટ વસ્તુઓ જેવી કે સ્માર્ટ પાર્કિંગ મેનેજમેન્ટ, સ્માર્ટ પોલ્સ, વાઈ-ફાઈ આધારિત સ્ટ્રીટલાઈટ મોનિટરિંગ, ટ્રાફિક સર્વેલન્સ કેમેરા, સુમેળ ભર્યા ટ્રાફિક સિગ્નલ્સ, ફ્રી પ્લાન્ટેશન, સ્પીડ બ્રેકર્સ ઉપરાંત સાઈન બોર્ડ જેવી સુવિધાઓ હશે. રાહદારીઓને તડકાથી રક્ષણ આપવા માટે અખઈ થોડા થોડા અંતરે કાપડ બાંધશે.

અખઈ દ્વારા પરિમલ અંડરપાસથી સ્ટેડિયમ અંડર પાસ સુધીના ૨૬૦૦ મીટરના સમગ્ર વિસ્તારને ડેવલપ કરશે. જોકે સ્થાનિક રહીશો અને સી.જી રોડ પરના દુકાન માલિકોમાં આ મામલે અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી હતી. સ્વસ્તિક સોસાયટીમાં રહેતા ડો. બિંજન ત્રિપાઠીએ કહ્યું કે, સ્ટ્રીટ સિંગાપોર જેવી લાગે છે જે એક સારી બાબત છે. જોકે હું માનું છું કે લોકો તેની સ્વસ્છતા જાળવી રાખશે. હું એવું પણ વિચારું છું કે રસ્તો પહોળો કરવો પણ અખઈની પ્રાથમિકતા હોવી જોઈએ.

જ્યારે કપડાની શોપ ધરાવતા કલ્પેશ ખત્રી કહે છે, આ ડેવલપમેન્ટથી વધારે સુવિધાઓ મળશે. જોવામાં આ ખૂબ જ સુંદર લાગે છે. તેનાથી ચોક્કસપણે ઈૠ રોડની વેલ્યૂ વધશે અને વધારે ગ્રાહકો અહીં આવશે. જ્યારે જ્વેલરી શોપ ધરાવતા જીગર સોની કહે છે, અખઈએ પાર્કિંગ સ્પેસ વધારવા માટે કામ કરવું જોઈતું હતું. આ ડેવલપમેન્ટથી તેમાં માત્ર ઘટાડો થશે. ચાલવા માટેની વધારે જગ્યાથી ફેરિયાઓના અતિક્રમણની સમસ્યા વધી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.