Abtak Media Google News

ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરગુરુદેવ ર ફેબ્રુઆરીના રાજકોટથી ધર્મયાત્રાના પ્રારંભે ગાદીના ગોંડલ ગામે નૂતનીકરણ ઉપાશ્રયના લોકાપર્ણ પ્રસંગે પધાર્યા બાદ ચોરડી થઇ જેતપુર, જુનાગઢ, વડાલમાં નૂતન ઉપાશ્રય ઉદધાટન વિધિ બાદ ધોરાજી થઇ વર્ષો  પછી કાલાવડ થઇ જામનગર પધારતા સમસ્ત સ્થાનકવાસી જૈન સંધોના ૩પ૦૦ ભાવિકોનું સંઘજમણ અને દિવ્યજાપ ઓસવાલ સેન્ટરમાં યોજાયેલ.

તા.૧પના લાલપુર થઇ તા.૧૬ ના કાટકોલા પધરામણી બાદ તા. ૧૭ ના પૂ. પ્રેમ ધીરગુરુદેવની ૩૮મી દીક્ષા જયંતિ અને નૂતન ઉપાશ્રયનું ઉદધાટન તેમજ પાંજરાપોળને અનુદાન કરાયેલ. તા.૧૮ ના જશાપર જન્મ ભૂમિમાં ગામ સમાજ વાડીના નિર્માણ માટેની ઘોષણા અને ૨૦૨૧માં ચાતુર્માસની મીઠી જબાન આપવામાં આવેલ. તા.ર૧ નાપોરબંદરમાં ઉપાશ્રય ઉદધાટન અને નાગરવાડાનો ઉપાશ્રય જે મહારાજા નટવરસિંહજી બહાદુરના મુબારક હસ્તે તા. ૧૨-૬-૧૯૨૨ ના ૯૬ વર્ષ પૂર્વે ખુલ્લો મુકાયો હતો. તેના નૂતનીકરણની ઘોષણા કરાયેલ. તા.રર ના દીક્ષા ભૂમિ ઉ૫લેટામાં પધારતા સંઘ જમણ યોજાયેલ તા. ર૪ ને રવિવારે સવારે ૯ કલાકે ગોંડલ રોડ (વેસ્ટ) જયંત કે.જી. રોડ ખાતે પારેખ ઉપાશ્રયે પધાર્યા બાદ ૯.૩૦ કલાકે પ્રવચન યોજાશે.મંડલીકપુર તેમજ બિલિયાળાના સાતાકારી નૂતનીકરણ સંપન્ન થયેલ છે.

આગામી તા. ૩-૩ ને રવિવારે શ્રી ઉત્તમ સેવા ટ્રસ્ટ નિર્મિત અને શ્રીમતિ જેકુંવરબેન ધીરજલાલ  મહેતા પ્રેરિત ઉત્તમ સૂર્ય વિજય ઉપાસના ભવન સરદારનગર શેરી નં. ર૦ ના ઉદધાટન પ્રસંગે નિશ્રા પ્રદાન કરશે. આ પ્રસંગે પૂ. સૂર્ય વિજય પરીવારના પૂ. ભાનુબાઇ મ.સા. આદિ તથા રાજકોટમાં બિરાજીત  સંત સતીજી પધારશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.