Abtak Media Google News

ચારેય ઝોનમાં જિલ્લાની સંકલન સમિતિ પ્રમુખોના નામોની ચર્ચા કરી અહેવાલ પ્રદેશ ભાજપને આપશે

ભાજપનાં પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના પ્રભાવી નેતૃત્વમાં, ભાજપના દેવદુલર્ભ કાર્યકર્તાઓના પરીશ્રમ, તપશ્ચર્યા અને લોકોના વિશ્વાસ, જનસમર્થન અને જનમતથી ભાજપ વિશ્વની એક નંબરની રાજકીય પાર્ટી બની છે. તેનું ભાજપના દરેક કાર્યકર્તાને ગૌરવ છે. આજે દેશમાં લગભગ ૧૮ કરોડ ભાજપનાં સભ્યો છે. ગુજરાતમાં ભાજપના ૨૦ લાખના સભ્યોના લક્ષ્યાંક સામે આજે લગભગ ૫૦ લાખ સભ્યો બન્યાં છે. સંગઠન સદસ્યતા અભિયાન અને સંગઠનની સંરચના સમયપત્રક મુજબ ચાલી રહી છે.

બુથ સમિતિની રચના તા.૧૧ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર સુધી અને મંડલ સમિતિની રચના તા.૦૧ થી ૧૫ નવેમ્બર સુધી જયારે તા.૩૦ નવેમ્બર ૨૦૧૯ જીલ્લા પ્રમુખની નિમણૂંક થઈ જાય તે મુજબ સંગઠનની સંરચનાની કામગીરી ચાલું છે. કુલ ૫૮૦ મંડલ માંથી ૮૦% થી ૯૦% મંડલની સંરચના પૂર્ણ થઈ ગઈ છે. ભાજપના સંવિધાન મુજબ ભાજપના જે જીલ્લામાં ૬૦% થી વધુ મંડલ પ્રમુખની નિમણૂંક થઈ ગઈ હોય તે જીલ્લાના પ્રમુખ સંરચના પ્રદેશ તરફથી કરી શકાતી હોય છે અને ૬૦% જીલ્લા પ્રમુખોની રચના થઈ જાય ત્યાર પછી પ્રદેશ પ્રમુખની રચના કેન્દ્ર દ્વારા કરી શકાતી હોય છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 5

પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે ૧૯ થી ૨૨ નવેમ્બર સુધીમાં ગુજરાતના ચારેય ઝોનમાં જીલ્લા પ્રમુખની રચના માટે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા ત્રણ-ત્રણ સદસ્યોની ટીમ બનાવવામાં આવી હતી.

૧. દક્ષિણ ગુજરાતમાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, રાજય સરકાર મંત્રી ગણપતભાઈ વસાવા અને મંત્રી કૌશિકભાઈ પટેલ, ૨.મધ્ય ગુજરાતમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ અને પ્રદેશ ઉપાધ્યક્ષ જશવંતસિંહ ભાભોર, ૩.ઉત્તર ગુજરાતમાં મંત્રી આર.સી.ફળદુ, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ અને પ્રદેશ પ્રવકતા ભરતભાઈ પંડયા ૪.સૌરાષ્ટ્રમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા અને પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામી ઉપસ્થિત રહીને ચારેય ઝોનમાં તા.૧૯ થી ૨૨ નવેમ્બર દરમ્યાન  જીલ્લાની સંકલન સમિતી અને જીલ્લાના મુખ્ય આગેવાનોને મળીને જીલ્લા પ્રમુખના નામોની ચર્ચા વિચારણા કરશે. ત્યારબાદ આ સમિતિ પોતાનો અહેવાલ ગુજરાત પ્રદેશ ભાજપને આપશે. તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.