Abtak Media Google News

રાજ્યમાં પડેલ કમોસમી વરસાદથી થયેલા નુકશાનનો રિપોર્ટ એક સપ્તાહમાં સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. એક સપ્તાહમાં નુકશાનીનો સર્વે પૂર્ણ કરી મુખ્યમંત્રી સમક્ષ મુકાશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો હતો. જે સ્થળે વધુ કમોસમી વરસાદ થયો ત્યાં પ્રાથમિકતાનાં ધોરણે સરવે કરવા આદેશ કર્યો હતો.

જે સ્થળે વધુ કમોસમી વરસાદ થયો ત્યાં પ્રાથમિકતાનાં ધોરણે સરવે કરવા આદેશ અપાયો: 33 ટકા થી વધુ નુકસાન હશે તો જ સહાય મળવા પાત્ર થશે

કમોસમી વરસાદથી થયેલા નુકશાન અંગેની સમીક્ષા બેઠકમાં કૃષિમંત્રીએ આદેશ કર્યો હતો. જેમાં તમામ જીલ્લા કલેક્ટર આ સરવે માટે ટીમ બનાવી ઝડપથી કામગીરી પૂર્ણ કરે તેવો આદેશ કૃષિમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે જિલ્લાવાર આજથી સરવેની કામગીરી શરૂ કરવામાં આવશે. 33 ટકા થી વધુ નુકસાન હશે તો જ સહાય મળવા પાત્ર થશે. તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. કૃષિમંત્રી રાઘવજી પટેલએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે, 2 દિવસમાં 236 તાલુકામાં વરસાદ થયો છે.

112 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે. 34 તાલુકામાં 2 ઇંચથી વધુ નોંધાયો જ્યારે 6 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ થયો છે. કપાસ, તુવેર અને એરંડાને નુકસાન સામે આવ્યું છે. કપાસમાં મુખ્ય ફાલ વિણાઈ ગયો છે અને છેલ્લી વીણમાં નુકસાન સામે આવ્યું છે. કપાસ, તુવેર અને એરંડાને નુકસાન સામે આવ્યું છે. ગત રોજ રાજ્ય સરકારનાં પ્રવક્તા ઋષિકેશ પટેલે રાજ્યમાં પડેલ કમોસમી વરસાદને લઈ જણાવ્યું હતું કે, કૃષિ ખાતા દ્વારા ખેતીવાડી વિભાગના અધિકારીઓને આજથી જ જિલ્લાવાર પાકની નુકસાનો સર્વે કરવા તથા આ કામગીરી વહેલાસર પૂર્ણ કરવા સૂચના આપી છે.

રવિ સીઝનનીં શરૂઆતમાં નુકશાનની માત્રા ખૂબ જ ઓછી છે. તેમજ રવિ સીઝનમાં જે ખેડૂતો દ્વારા વહેલું વાવેતર કર્યું છે ત્યાં નુકશાાનની સંભાવનાઓ છે. એકાદ બે દિવસમાં વાદળછાયું વાતાવરણ, વરસાદ અને સાથે સાથે જે પ્રમાણે ધુમ્મસનું વાતાવરણ હતું. તેનાં કારણે રોગો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. પરંતું મોટા ભાગે વધારે પાણી ત્રણ-ચાર દિવસ સુધી ધુમ્મસ જેવું વાતાવરણ રહે તો પાકમાં રોગની સંભાવના રહેતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.