Abtak Media Google News

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલના તબીબો સલામત ન હોવાનું બીજા દિવસે પણ સામે આવ્યું છે. ઓર્થોપેડીક યુનિટના જુનિયર ડોક્ટરને પાર્કીંગમાં હેલ્મેટ પહેરીને આવેલા શખ્સોએ માર માર્યાનો બનાવ બનતા બીજે મેડીકલ કોલેજ અને સિવિલ કેમ્પસના અંદાજે 750 જેટલા ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે. આ મુદ્દે હવે ડોક્ટરો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. જ્યાં સુધી ડોક્ટરોને તેમની સુરક્ષા પર પુરતો વિશ્વાસ નહીં આપવામાં આવે તેમજ આરોપીને પકડવામાં આવે તો જ ફરજ પર પાછા આવવા માટે ડોકટરો ભેગા થયા છે.

Advertisement

સિવિલ હોસ્પિટલમાં અવારનવાર દર્દીના સગા ડોક્ટરો પર હુમલો કરતાં હોવાનું સામે આવે છે. 24 કલાક પહેલા જ એક ડોક્ટરને દર્દીના સગાએ માર મારતા ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા હતા. માંડ-માંડ ફરજ પર ચઢ્યા બાદ આજે સવારે તે જ યુનિટનો અન્ય ડોક્ટર પાર્કિગમાં પોતાનું વાહન પાર્ક કરી રહ્યો હતો ત્યારે એક્ટીવા પર હેલ્મેટ પહેરીને આવેલા બે શખ્સોએ તેને પુછ્યું કે, તું ક્યાં ડોક્ટરના યુનિટમાં છે? અને ત્યાર બાદ ડોક્ટરને માર માર્યો હતો.

આ વાતની જાણ થતાં અન્ય તબીબો ભેગા થઇ ગયા હતા. હાલ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા છે. જ્યારે કેટલાક ઓપરેશન થિયેટર પણ બંધ કરી દીધા હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.