Abtak Media Google News

ટાંકી ઉતાર્યા બાદ લોકોને મુશ્કેલી ન પડે તે માટે અન્ય ટાંકીમાં કનેકશન અપાયા: ટેન્કરો શરૂ કરાયા

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અમિતભાઇ શાહના શિરે કેન્દ્રીય ગૃહમંત્રી ઉપરાંત ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી હોવા છતાં તેઓ પોતાના મતવિસ્તારમાં વારંવાર પ્રવાસ કરી નાગરિકોની સુખ-શાંતિ અને સલામતીની ચિંતા કરતા હોય છે તેમજ વિકાસના કાર્યોની સમીક્ષા કરતા હોય છે.

અમિતભાઇ શાહ તેમના મતવિસ્તારમાં જવાબદાર અને સંવેદનશીલ સાંસદની ભૂમિકાને સૂપેરે અદા કરી રહ્યા છે ત્યારે અગાઉ બનેલ અમદાવાદના બોપલ ખાતે જર્જરિત હાલતમાં રહેલી પાણીની ટાંકી તૂટી પડવાની ઘટનાની જાણ થતાં તેની ગંભીરતાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી જર્જરીત હાલતમાં હોય તેવી પાણીની ટાંકીઓનો રિપોર્ટ મેળવી કમિશ્નર સાથે ટેલીફોનીક ચર્ચા કરી આ બાબતે તાત્કાલિક ધોરણે નિર્ણયો લેવા તથા આવી ભયજનક-જર્જરીત હાલતવાળી તમામ પાણીની ટાંકીઓને ઉતારી લેવા આદેશ આપ્યો હતો.

Untitled 1

ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના આદેશ મુજબ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા આવી જર્જરીત હાલતવાળી પાણીની ટાંકીઓનો સર્વે કરવામાં આવ્યો અને જેના રિપોર્ટ મુજબ અમદાવાદ ખાતે ૯૯ જેટલી ઓવરહેડ પાટીની ટાંકીઓ જર્જરીત હાલતમાં મળી આવી છે, જેમાંથી ૪૨ જેટલી ટાંકીઓ ઉતારી લેવામાં આવી છે.ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના સંવેદનશીલ નિર્ણયથી માનવીય અભિગમ દાખવી અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા પાણીની ટાંકી તૂટી પડવાના અકસ્માતના દિવસે જ સ્થાનિક રહીશોને પાણીની અગવડ ન પડે તે માટે તુરંત જ નજીકમાં આવેલ બીજી પાણીની ટાંકી સાથે કનેક્શન આપવામાં આવ્યા હતા તથા અન્ય નાગરિકોને પાણીના ટેન્કરો મારફતે પાણી પહોચાડવામાં આવ્યુ હતુ. જેથી અસરગ્રસ્ત વિસ્તારના સ્થાનિક નાગરિકોને ઓછામાં ઓછી અગવડ પડે તેમજ પાણી જેવી જીવનજરૂરી આવશ્યક સેવા ખોરવાય નહી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.