Abtak Media Google News

ચૂંટણી વર્ષમાં ધડાધડ ટીપી સ્કીમોને બહાલી આપતા મુખ્યમંત્રી

ગુજરાત વિધાનસભાની ચુંટણીના વર્ષમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ધડાધડ ટીપી સ્કીમોને બહાલી આપી રહ્યા છે. ગઇકાલે રાજય સરકાર દ્વારા જુનાગઢની એક અમદાવાદની બે અને સુરતની એક ટીપી સ્કીમને બહાલી આપી હતી. ત્રણેય શહેરમાં વિકાસને હવે વધુ વેગ મળશે.

જુનાગઢ  શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા બનાવવામાં આવેલી  ડ્રાફટ ટીપી સ્કીમ નંબર 10 (શાપુર) ને બહાળી આપવામાં આવી છે જેના થકી 38.80 હેકટર જમીન સત્તા મંડળને પ્રાપ્ત થશે . આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાની ટીપી સ્કીમ નં. 80 પ્રિલિમિનરી (વટવા-6) અને ઔડાની ડ્રાફટ ટીપી સ્કીમ નંબર 426 (કડવાડા) અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિલિમિનરી ટીપી સ્કીમ નં. 40 (ડિંડોલી) ને બહાલી આપવામાં આવી છે. મુખ્યમંત્રી પદે સત્તારૂઢ થયા બાદ ભુપેન્દ્રભાઇ પટેલે ટીપી સ્કીમોને ધડાધડ બહાલી આપવાનું શરુ કર્યુ છે.

નવ માસના સમય ગાળામાં રાજકોટની માત્ર એક જ ટીપી સ્કીમ મંજુર કરવામાં આવી છે. પેન્ડીંગ ટીપી સ્કીમોને બહાલી આપવામાં આવે તો ગુજરાતના મુખ્ય શહેરોમાં વિકાસને વધુ વેગ મળે, ચૂંટણી વર્ષમાં જે રીતે ટીપી સ્કીમ મંજુર થાય છે તે જોતા એવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં વધુ ટીપી સ્કીમ મંજુર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.