ચેક રિટર્ન કેસમાં અમદાવાદની આ મહિલાને થઈ 1 વર્ષની સજા !!

બાકી રકમ ચુકવવા આપેલો 4.90 લાખના બે ચેક પરત ફર્યો’તા 

વેપારીને ઉધાર માલની ચૂકવણી માટે અમદાવાદ પંથકની મહિલાએ આપેલો રૂ.4.90 લાખના બંને ચેક પરત કરવાના ગુનામાં અદાલતે બંને ચેકરિટર્ન કેસમાં એક-એક વર્ષથી સજા ફરમાવી છે. આ કેસની વિગત મુજબ રાજકોટમાં 80 ફૂટ રોડ ઉપર આવેલા વેલપેક ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટ અસ્લમભાઇ બાંભણીયા એ અમદાવાદ પંથકની ચંદ્રીકાબેન પટેલને રૂ.4,90, 031ની કિંમતના હાર્ડવેરના ઉપયોગમાં લેવાની કોઇસ નોસનું વેચાણ કર્યુ હતુ. જે વ્યવહાર પેટે આરોપી મહિલા ચંદ્રીકાબેન પટેલે અસ્લમભાઇ બાંભણીયાને નીકળતી લેણીસમ પેટે રૂ.1,56, 505 અને રૂ.3,33,526ની કિંમતના બે ચેંક આપ્યા હતા. જે બંને ચેક પરત ફરતા ફરિયાદીએ ચેકરિટર્ન સંબંધે નોટીસ પાઠવી હતી. જે નોટીસનો આરોપીએ કોઇ યોગ્ય પ્રત્યુતર નહી આપતા ફરિયાદોએ રાજકોટની સ્પેશ્યલ નેગોશ્યેલબ કોર્ટમાં ચેકરિટર્નની ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા કોર્ટ બંને પક્ષોની રજૂઆતો અને દલીલોને ધ્યાને લઇ જુદા જુદા બે ચેકરિટર્ન કેસમાં મહિલા આરોપી ચંદ્રીકાબેન પટેલને એક એક વર્ષની સજા અને રૂ.4.90 લાખનું વળતર એક માસમાં ચુકવી આપવા હુકમ કર્યો છે. અને જો એક માસમાં બંને ચેક મુજબની સમન ચુકવે તો વધુ 6 માસની સજાનો આદેશ કર્યો છે.આ કેસમાં આરોપી વતી એડવોકેટ ભાવિન વ્યાસ રોકાયા હતા.