Abtak Media Google News

આતંકી કેમ્પો પર એર સ્ટ્રાઇક બાદ દેશભરમાં ઉભો થયેલો દેશભક્તિનો જુવાળ મોદી અને એનડીએને ફાયદો કરાવશે તેવો પ્રિપોલ સર્વ

લોકસભાની ચૂંટણી આડે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે દરેક રાજકીય પક્ષો પોતાના મુરતીયાઓની પસંદગીમાં વ્યસ્ત થઈ ગયા છે. રાજકીય પક્ષો અને નેતાઓએ અટકળોની આંધી વચ્ચે એક એક મત મેળવવા માટે રાજકીય સોગઠાબાજી ગોઠવવા લાગ્યા છે. ત્યારે તાજેતરમાં ટાઈમ્સ નાવ અને વીએમઆરએ કરેલા પ્રિપોલ સર્વેમાં મોદી સરકારે પીઓકેનાં બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈક મોદીને ફળશે.

Advertisement

આ એર સ્ટ્રાઈકમાં આતંકવાદી કેમ્પો થયેલા સફાયાના કારણે દેશભરમાં ઉભો થયેલો દેશભકિતનો જુવાળ એનડીએને આગામી લોકસભાની ચૂંટણીમાં મોદી અને એનડીએને સીધો ફાયદો કરાવશે તેવું સર્વેમાં બહાર આવવા પામ્યું છે. અગાઉ થયેલા ચૂંટણી સર્વેક્ષણમાં પાંચથી ૨૧ ફેબ્રુઆરી વચ્ચેની સ્થિતિમાં એનડીએને ૨૭૦ બેઠકો મળતી હતી જયારે સર્જીકલ સ્ટ્રાઈક બાદ ૫ ફેબ્રુઆરીથી ૧૨મી માર્ચ સુધીમાં હાથ ધરાયેલા સર્વેમાં કોંગ્રેસના ગઠબંધનને સંભવિત બેઠકોમા આંકડો ૧૫૨માંથી ઘટીને ૧૩૫ સુધી નીચે પહોચી ગયો છે.

કોંગ્રેસ અને તેના સહયોગીઓને બાલાકોટની આ સર્જીકલ સ્ટ્રાઈક રાજકીય રીતે ખોટનો સોદો સાબીત થશે. કોંગ્રેસ અને તેના સહયોગીઓને સર્જીકલ સ્ટ્રાઈક સામેનુકશાન થશે તેની સામે ભાજપને પૂલવામાંના ૪૦ શહીદોના મોતના બદલાની આ કાર્યવાહી ફળશે. સર્જીકલા સ્ટ્રાઈકના સમયગાળા દરમિયાન ૪ બેઠકોનો તફાવત સામે આવ્યો છે. ભાજપના સહયોગીઓ બીજેડી, ટીઅમેસી , ડીપી, પીઆરએસ, વાયએસઆરપી, એસઆરસીપીને ફાયદો થશે. જયારે સમાજવાદી બસપા અને આરએલડીને ખોટ સહન કરવી પડે તેવુ દેખાય રહ્યું છે.

એનડીએને ઉત્તર પ્રદેશાઆસામ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પ.બંગાળમાં થનારા ફાયદામાં સૌથી વધુ ફાયદો થશે જયાં એનડીએનો આંકહો ૩૯માંથી ૪૨માં પહોચશે અને સપા, બસપા અને આરએલડી ૩૯માંથી ૩૬એ પહોચશે. પુલવામાં સર્જીકલ સ્ટ્રાઈક નરેન્દ્ર મોદી અને રાંહુલ ગાંધી માટે ગેમ ચેન્જર સાબીત થશે. આ સ્ટ્રાઈક બાદ મોદીની લોકપ્રિયતામાં વધારો થયો હતો. ૫૨% લોકોએ મોદીની આ કાર્યવાહીને પસંદ કરી હતી જયારે ૨૨% રાહુલ સો રહ્યા હતા ૪૩% લોકો રાહુલને પસંદ કરે છે. જયારે કુલ સર્વેમાં સર્જીકલા સ્ટ્રાઈક સરેરાશ રીતે એનડીએ માટે ફાયદા‚પ બનશે. તેવું તારણમાં જણાવાયું છે.

બાલાકોટમાં જૈસના આતંકવાદી અડાઓનો ખાતમાંથી દેશમાં એનડીએ અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સરકારની હિંમત ભરી કામગીરીપ્રત્યે લોકોમાં એનડીએ પ્રત્યે સહાનૂભૂતિ ઉભી થરૂ છે. અને તેનો સીધો લાભ એનડીએને પરિણામમાં થશે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં ૧૩ બેઠકોનાં ફાયદા સાથે એનડીએ ૨૮૩ સુધી પહોચે તેવું દેખાય રહ્યું છે.

ઉત્તરપ્રદેશમાં ત્રિપાંખીયા જંગને કારણે ભાજપને સીધો ફાયદો

લોકસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે. ત્યારે, કોંગ્રેસ ગઈકાલ રાત્રે તેના ઉમેદવારોની પાંચમી યાદી જાહરેર કરી છે. ૫૬ ઉમેદવારોની આ યાદીમાં સૌથી વધારે ૨૨ ઉમેદવારો આંધ્રપ્રદેશની બેઠકો પરનાં જયારે ૧૧ ઉમેદવારો પશ્ર્ચિમ બંગાળની બેઠકો માટે જાહેરા કરવામાં આવ્યા છે. આ યાદીમાં તલંગાણાની આઠ બેઠકો, ઓડિસાની છ બેઠકો અને આસામની પાંચ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

પશ્ર્ચિમ બંગાળમાં ડાબેરીઓ સાથે ગઠ્ઠબંધન કરવાનાં કોંગ્રેસના પ્રયાસો પર શનિવારે પાણી ફળી વળ્યું હતુ ડાબેરીઓએ કોંગ્રેસને બંગાળની ૪૨માંથી માત્ર ૧૦ જેટલી બેઠકો આપવા તૈયારી દર્શાવતા ચર્ચાઓ પડી ભાંગી હતી જેથી, સીપીએમે રવિવાર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેથી ગઈકાલે કોંગ્રેસે પણ બંગાળનો ૧૧ બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસની પાંચમી યાદીમાં જે મહત્વપૂર્ણ ઉમેદવારોની જાહેરાત કરી છે. તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુર્ખજીને જાંગીપૂર બેઠક પર, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અધિર રંજન ચૌધરીને બેહરામપૂર બેઠક પર જયારે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. પ્રિયરંજનદાસ મુન્સીની પત્નિ દીપા દાસમુન્સીને રાયગંજ બેઠક પર કોંગ્રેસે ટીકીટ આપી છે.

જયારે, પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ.એમ. પલ્લમરાજુને કાંકીનાડા બેઠક પર, રાજયસભના પૂર્વ સાંસદ જે.ડી.સેલમને બાપલટા અનામત બેઠક પર, રાજયસભાન પૂર્વ સાંસદ ભુળનેશ્ર્વર કાલીટાને આસામની મનગોલ્ડાઈ બેઠક પર, જયારે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભકત ચરણ દાસને ઓડીસાની કાલાહાંડી બેઠક પરથી ટીકીટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની પાંચમી યાદીમાં ૫૬ ઉમેદવારો જાહેર

લોકસભામાં ઉત્તર પ્રદેશ રાજયની ૮૦ બેઠકો આવેલી છે. જેથી, જે પક્ષ ઉત્તર પ્રદેશમાં વિજય મેળવે તે પક્ષ કેન્દ્રમાં સરકાર બનવે તેવો અત્યાર સુધી ઈતિહાસ રહ્યો છે. લોકસભાની આ ચૂંટણી વહેલા વડાપ્રાન મોદીને રોકવા વિપક્ષોએ મહાગઠ્ઠબંધન કરવાની જાહેરાત કરી હતી પરંતુ, વિપક્ષી મહાગઠ્ઠબંધનની આ જાહેરાતને સૌથી પહેલા ફટકો ઉત્તર પ્રદેશમાં પડયો હતો. ઉત્તર પ્રદેશમાં સપા, બસપા, અને રાષ્ટ્રીય લોકદળે કોંગ્રેસને બહાર રાખીને પોતાની રીતે ગઠ્ઠબંધન કરી લઈને બેઠકોની વહેંચણી કરી લીધી હતી.

સપા, બસપાના આ વલણથી નારાજ કોંગ્રેસે ઉત્તર પ્રદેશની બેઠકો પર અન્ય નાના પક્ષો સાથે ગઠ્ઠબંધન કરીને લડવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે કોંગ્રેસે ક્રિશ્ર્ના પટેલના અપનાદળ સાથે ગઠ્ઠબંધન કરીને મોટાભાગની બેઠકો પર પોતાના ઉમેદવારો પસંદ કરવા તજવીજ હાથ ધરી છે. ઉત્તર પ્રદેશમાં આ ચૂંટણીમાં જનમત મજબુત બનાવવા કોંગ્રેસે પૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધી જેવું કરિશ્માઈ વ્યકિતત્વ ધરાવતા પ્રિયંકા ગાંધીને મેદાનમાંઉતાર્યા છે. પ્રિયંકાને પાર્ટીના કેન્દ્રીય મહામંત્રી બનાવીને પૂર્વીય ઉત્તર પ્રદેશને વિશેષ હવાલો સોંપવામાં આવ્યો છે.

આગામી ચૂંટણીમાં પ્રિયંકાને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને જીતાડવા માટેની જવાબદારી સોંપવામાં આવનારી છે. ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપ, સપા-બસપા અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ થવાની સંભાવના છે. આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ થાય તો મતો વહેંચાઈ જવાના કારણે તેનો સીધો ફાયદો ભાજપને થવાની સંભાવના છે. ૨૦૧૪માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે ૪૩ ટકા વોટ શેર સાથે ૮૦માંથી ૭૩ બેઠકો, સપાએ ૨૨ ટકા વોટ શેર સાથે ૫ બેઠકો, બસપાને ૨૦ ટકા વોટશેર છતા એક પણ બેઠક મળી ન હતી. જયારે, ૮ ટકા વોટ શેર સાથે ૨ બેઠકો મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.