Abtak Media Google News

એરટેલ પ્રી-પેઈડ ગ્રાહકો હવે વિદેશમાં પ્રવાસ કરતી વખતે પણ અફોર્ડે બલદ રીકોલ કરી અને મેળવી શકશે અને તેમણે ક્યારેય બેલેન્સ પૂરું થઈ જવાની ચિંતા નહીં કરવી પડે માત્ર રૂ. 196 થી શરૂ થતો એરટેલ ‘ફોરેન પાસ’ યુએસ, યુકે, કેનેડા, યુએઈ, કુવૈત સહિત 20 દેશો માટે ઉપલબ્ધ છે

ઉદ્યોગમાં વધુ એક સૌ પ્રથમ પહેલ કરતાં ભારતી એરટેલએ આજે ભારતમાં પ્રી-પેઈડ ગ્રાહકો માટે અફોર્ડેબલ તેવું આંતરરાષ્ટ્રીય રોમિંગ વોઈસપેક ‘ફોરેનપાસ’ લોન્ચ કર્યું છે.

માત્ર રૂ. 196ની નીચી કિંમતે શરૂ થતું આ વોઈસ કોલ પેક મોટા ભાગના લોકપ્રિય પ્રવાસના સ્થળો પર ઉપલબ્ધ છે અને તેનો આશય વિદેશમાં પણ પ્રવાસીઓને તેમના પરિવાર અને મિત્રો સાથે સતત સંપર્કમાં રાખવાની સાનુકૂળતા પૂરી પાડવાનો છે. ઉદાહરણ રૂપે, આપેક્સ સાથે ગ્રાહકો હવે મફત સ્થાનિક કોલ્સ કરી શકશે અને મેળવી શકશે તથા ભારતમાં આઉટ ગોઈંગ કોલ્સ પણ કરી શકશે. ગ્રાહકો પાસે ત્રણ અફોર્ડેબલ વોઈસ કોલિંગ પેકમાંથી પસંદગી કરવાનો વિકલ્પ હશે, જેમાં 20 મિનિટમાટે રૂ. 196 થી શરૂ થશે અને 40 મીનીટ માટે રૂ. 296 અને 75 મિનિટ્સમાટે રૂ. 446નો સમાવેશ થાય છે.

એરટેલનું વિસ્તૃત ગ્રાહક સંશોધન સૂચવે છે કે ગ્રાહક સામાન્ય રીતે ગંતવ્ય સ્થળે આગમન સમયે જ પરિવાર , મિત્રો સાથે જોડાવા માંગે છે. આથી આ નવું પેક સ્થાનિક સીમ ખરીદવાની મુશ્કેલી વિના વિદેશમાં ઝડપી, ટૂંકી કોલ્સની સમસ્યાને ઉકેલવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

નવા વોઈસ રીચાર્જીસ ની સમિક્ષા

પ્રાઈસપોઈન્ટRs.196Rs.296Rs.446
મિનિટ્સ (સ્થાનિકઆઉટિંગ, ઈનકમિંગ, ભારતમાંઆઉટગોઇંગ)20 મિનિટ્સ40 મિનિટ્સ75 મિનિટ્સ
વેલિડિટી7 દિવસ30 દિવસ90 દિવસ

 

આ લોન્ચિંગ અંગે ટીપ્પણી કરતાં ભારતી એરટેલના ચીફ માર્કેટિંગ ઓફીસરે જણાવ્યું હતું કે, ‘અમારા ગ્રાહકોને વિદેશમાં પ્રવાસ કરતી વખતે પણ પરિવારજનો અને મિત્રો સાથે સંપર્કમાં રહેવા અને તણાવથી મુક્ત રહેવામાં મદદરૂપ થવા સાનુકૂળ પ્રી-પેઈડ આંતરરાષ્ટ્રીય રોમિંગ રીચાર્જીસ એરટેલ ફોરેન પાસ લોન્ચ કરવાની જાહેરાત કરતાં અમને ખૂબજ આનંદ થાય છે. અમને એ બાબતની જાહેરાત કરતાં ખૂબજ આનંદ થાય છે કે એરટેલ દેશમાં સૌપ્રથમ એવી ટેલિકોમ કંપની છે, જેણે પ્રી-પેઈડ ગ્રાહકો માટે આમૂલ્ય વર્ધિત સેવા તૈયાર કરી છે. અમે ગ્રાહકોની સાનુકૂળતા અને સુલભતામાં ઉમેરો કરવા માટે નવીનતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું ચાલુ રાખશે.’

આ આઈઆર પેકને એક્ટિવેટ કરવું એક રિચાર્જ કરાવવા જેટલું સરળ છે અને ગ્રાહકોમાય એરટેલ એપ અથવા એરટેલ વેબસાઈટઃ www.airtel.in/ir મારફત આ પેક એક્ટિવેટ કરાવી શકે છે. ઉપરાંત તેઓ નજીકના કોઈપણ રીટેલર્સને ત્યાં જઈને પણ આ પેક એક્ટિવેટ કરાવી શકે છે.

આ રીચાર્જીસ પેક નીચે મુજબના 20 દેશો માટે ઉપલબ્ધ છે, જેમાં યુએઈ, નેપાળ, બાંગ્લાદેશ, સાઉદીઅરબ, યુએસએ, કતાર, કુવૈત, મલેશિયા, સિંગાપોર, યુનાઈટેડ કિંગ્ડમ, શ્રીલંકા, બહરેઈન, ચીન, કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ફ્રાન્સ, નેધરલેન્ડ્સ અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે.

એરટેલે વિશ્વના બધાજ અગ્રણી દેશો માટે અફોર્ડેબલ પોસ્ટ પેઈડ ઈન્ટરનેશનલ રોમિંગ પેક્સ લોન્ચ કરેલા છે. આ પેક્સ 1 દિવસ, 10 દિવસઅને 30 દિવસના વેલિડિટી વિકલ્પોમાં ઉપલબ્ધ છે અને તે મફત ઈનકમિંગ કોલ /એસએમએસ, કોલિંગ મિનિટ્સ અને ટેક્સ્ટ બંને સહિતના ભારત અને સ્થાનિક દેશ તેમજ ડેટા થી સિસ્ટમ ઓનલાઈન

આ પેક 1 દિવસ, 10 દિવસ અને 30 દિવસના વેલિડિટી વિકલ્પો સાથે આવે છે અને તે મફત ઇનકમિંગ કૉલ્સ /એસ.એમ.એસ, કોલિંગ મિનિટ્સ અને ટેક્સ્ટ બંને સહિત ગ્રાહકોને ભારત અનેસ્થાનિક દેશ તેમજ ડેટા સિસ્ટમથી ઓનલાઈન રહેવાની તક પૂરી પાડે છે.

ભારતી એરટેલ લિમિટેડ અંગે :
ભારતી એરટેલ લિમિટેડ એશિયા અને આફ્રિકાના 16 દેશોમાં કાર્યરત અગ્રણી વૈશ્વિક ટેલિ કોમ્યુનિકેશન્સ કંપની છે. નવી દિલ્હીમાં મુખ્યાલય સાથે કંપની ગ્રાહકોની દૃષ્ટિએ વિશ્વની ટોચની 3 મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સમાં સ્થાન પામે છે. ભારતમાં કંપનીના ઉત્પાદનોમાં 2જી, 3જીઅને 4જી વાયરલેસ સર્વિસીસ, મોબાઈલ કોમર્સ, ફિક્સલાઈન સર્વિસીસ, હાઈસ્પીડ હોમબ્રોડ બેન્ડ, ડીટીએચ, કેરિયર્સ ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લાંબા અંતરની સેવાઓ સહિત એન્ટરપ્રાઈઝ સેવાઓનો સમાવેશ થાય છે. અન્ય દેશોમાં કંપની 2જી, 3જી, 4જી વાયરલેસ સર્વિસીસ અને મોબાઈલ કોમર્સની સુવિધા પૂરી પાડે છે. ભારતી એરટેલ જૂન 2018ના અંત સુધીમાં 45.6 કરોડથી વધુ ગ્રાહકો ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.