Abtak Media Google News
  • ૪૦ હજાર આશા વર્કરો અને ૫૦ હજાર આંગણવાડીની બહેનો કામગીરીમાં જોડાશે
  • પ્રમ બે અઠવાડિયામાં ધો.૧૦ સુધીની શાળાઓમાં ત્યારબાદ આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર ખાતે ઝુંબેશ હાથ ધરાશે

રાજયભરમાં આજી ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઓરી અને રૂબેલા પર નિયંત્રણ લાવવાના ધ્યેય સાથે શરૂ કરવામાં આવેલી રસીકરણ ઝુંબેશનો મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. આજી આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી અને આશા વર્કરોનો સ્ટાફ ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનમાં જોડાશે.

Img 20180716 Wa0003 1

૨૦૨૦ સુધીમાં સમગ્ર દેશમાં ઓરીનું નિવારણ અને રૂબેલા પર નિયંત્રણ લાવવાના હેતુી રૂબેલા અને મિઝલ્સ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજી ઝુંબેશરૂપે પાંચ અઠવાડિયા માટે આ અભિયાન ચલાવવામાં આવશે. રાજયભરમાં આજી ૯ મહિનાથી લઈને ૧૫ વર્ષ સુધીના ૧.૬ કરોડ બાળકોને ઓરી અને રૂબેલાની રસી આપવામાં આવશે. પ્રથમ બે અઠવાડિયામાં રાજયની ધો.૧૦ સુધીની શાળાઓમાં ત્યારબાદ બે અઠવાડિયા દરમિયાન આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર પર રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે.Img 20180716 Wa0004

એક પણ બાળક ઓરી અને રૂબેલા રસીકરણી બાકાત ન રહી જાય તે માટે છેલ્લા પાંચમાં અઠવાડિયે રહી ગયેલા બાળકોને આવરી લેવામાં આવશે. આરોગ્ય વિભાગે ૧૦ હજાર વેકસીનટર્સ રસી આપનારા કર્મચારીઓને દરરોજ જુદી જુદી ટીમ બનાવી ૭૦ હજાર સેશન્સ રસીકરણ માટે ગોઠવ્યા છે. આ કામગીરીમાં ૪૦ હજાર આશા વર્કરો અને ૫૦ આંગણવાડી વર્કરો સેવા આપશે.

વિજયભાઇ રૂપાણીએ આ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરમાં સેકટર-૭ ની માધ્યમિક શાળાથી કરાવ્યો હતો.   વિજયભાઇએ ઉમેર્યું કે ઓરીનો ભોગ રાજ્યનું કોઇ પણ બાળક ન બને તેમજ સગર્ભા માતાને પણ કોઇ ચેપ ન લાગે અને જન્મજાત ખોડખાપણ વાળું સંતાન ન અવતરે એ માટે આ ઓરી રૂબેલા રસીકરણ ૧ મેં ગુજરાત સ્થાપના દિવસથી શરૂ કર્યું છે.  હવે એને ઝૂંબેશ સ્વરૂપે રાજ્યની તમામ શાળાઓમાં હાથ ધરીને આરોગ્ય વિભાગ ઓરી મુકત ગુજરાત માટે સંકલ્પબધ્ધ છે.  આ અભિયાન પ્રારંભ અવસરે આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણી, મેયર પ્રવીણ પટેલ આરોગ્યના અધિક મુખ્ય સચિવ પી. કે. પરમાર આરોગ્ય કમિશનર ડો. જ્યંતિ રવિ અને યુનિસેફના ગુજરાત પ્રતિનિધિ ફારૂખ સહિત અધિકારીઓ આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે…રાજ્યભરમાં આજથી આ ઓરી રૂબેલા રસીકરણ અભિયાન ઝૂંબેશરૂપે પાંચ અઠવાડિયા માટે શરૂ કરાવ્યું છે. ર૦ર૦ સુધીમાં આખા દેશમાં ઓરીનું નિવારણ અને રૂબેલા પરનું નિયંત્રણ એ સરકારનો ધ્યેય છે. દેશના ર૦ રાજ્યોમાં આ સૌથી મોટા ઇંજેકટેબલ રસિકરણ અભિયાનમાં ૯પ ટકાથી વધુ લોકો આવરી લેવાયા છે. ગુજરાતમાં ૯ મહિનાથી લઇને ૧પ વર્ષ્ના ૧.૬ કરોડ બાળકોને આ રસિકરણમાં આવરી લેવાશે. આ અભિયાન અન્વયે પહેલા બે અઠવાડિયા રાજ્યની ધોરણ-૧૦ સુધીની શાળાઓમાં રસીકરણ હાથ ધરાશે. ત્યાર પછી બે અઠવાડિયા આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર પર આ ઝૂંબેશ ઉપાડવામાં આવશે. એક પણ બાળક ઓરી રૂબેલા રસીકરણથી બાકાત ન રહી જાય તે માટે પાંચમું અઠવાડિયું એવા રહી ગયેલા બાળકોને આવરી લેવાશે.

ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનને વ્યાપક સ્વરૂપે સફળતા અપાવવા આરોગ્ય વિભાગે ૧૦,૦૦૦ વેકસીનટર્સ રસી આપનારા કર્મચારીઓને દરરોજ જુદી જુદી ટીમ બનાવી ૭૦,૦૦૦ સેશન્સ રસીકરણ માટે ગોઠવ્યા છે તેમજ ૪૦,૦૦૦ આશાવર્કર બહેનો અને પ૦,૦૦૦ આંગણવાડી કાર્યકર બહેનો આ ઝૂંબેશમાં સેવા આપવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.