Abtak Media Google News

સૌરાષ્ટ્ર સામેની રણજી મેચમાં મુંબઈ મજબૂત સ્થિતિમાં

Advertisement

અબતક,રાજકોટ

સૌથી મોટી ડોમેસ્ટીક ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી 2021-22નો ગઈકાલથી આરંભ થઈ ચૂકયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી સૌરાષ્ટ્ર અને મુંબઈ વચ્ચેની ચાર દિવસીય મેચના પ્રથમ દિવસે મુંબઈની સ્થિતિ મજબૂત જણાય રહી છે છેલ્લા ઘણા સમયથી આઉઠ ઓફ ફોર્મ રહેલા ટીમ ઈન્ડીયાના ટેસ્ટ ટીમના સ્ટાર બેસ્ટમેન અજીંકય રહાણેએ જાણે પોતાનું ફોર્મ પાછુ મેળવીલીધું હોય તેવીંલાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર સામેની મેચમાં પ્રથમ દિવસે જ અણનમ સદી ફટકારી હતી.મુંબઈનાસુકાની પૃથ્વી શોએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. 44 રનમાં ત્રણ વિકેટો ગુમાવી દીધશ બાદ અજિંકય રહાણે અને સરફરાજ ખાને રકાસ ખાળ્યો હતો. અનો વધુ વિકેટનું નુકશાની અટકાવી દિવસના અંતે ટીમનો સ્કોર 263 રને પહોચાડી દીધો હતો.

ભારતીય ટીમના ટેસ્ટ સ્ટાર અજિંકય રહાણે અને ચેતેશ્ર્વર પુજારાને ફોમ પરત મેળવવા માટે રણજી ટ્રોફી રમવાનો આદેશ કરવામાં આવ્યો છે. રણજી ટ્રોફીના પ્રથમ મેચમા જ અજિંકય રહાણેએ ફોર્મ પાછુ મેળવી લેવા સૌરાષ્ટ્ર સામે પ્રથમ દિવસે અણનમ સદી ફટકારી હતી. દિવસના અંતે રહાણે 108 રને અને સફરાજ 121 રન સાથે રમતમાં છે. આજે બીજો દિવસ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.