Abtak Media Google News

અબતક, રાજકોટ : ગુજરાતમાંથી એમબીબીએસ કરવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રશિયા, યુક્રેન જતા હોય છે. બંને દેશ વચ્ચેની તંગદિલીમાં સૌરાષ્ટ્રના અંદાજે 150 જેટલા વિદ્યાર્થી ફસાયા હોવાનું વાલીઓનું કહેવું છે. આ વિદ્યાર્થીઓ પરત આવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, પરંતુ એરલાઇન્સે પરત લઈ જવા માટેના ભાડાં બમણા કરી દીધાં છે.

યુક્રેનના મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને દેશ છોડવાનું કહી દેતા એરલાઇન્સે રૂ. 35થી 39 હજારનું ભાડું રૂ. 1 લાખ કરી દીધું છે. અમે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. જ્યારે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, યુક્રેનની સ્થિતિ જોઈને છેલ્લા 2 મહિનાથી સરકાર કાર્યરત છે. ગુજરાતના વિદ્યાર્થીઓને હેમખેમ પરત લવાશે. રાજ્ય સરકાર આ બાબતે કેન્દ્ર સરકારને રજૂઆત કરીને યોગ્ય પગલાં ભરશે, વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી. યુક્રેનમાં એમબીબીએસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ સોમવારે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી.

સરકારને વિનંતી અમારા બાળકો જલ્દીથી ઘરે પોહચે તે માટે મદદ કરે : પ્રહલાદસિંહ જાડેજા

યુક્રેનથી તમામ ભારતીયોને વિદેશ મંત્રીએ ભારત પરત આવવા જણાવ્યું છે ત્યારે સમગ્ર દેશભરના યુવાનો કે જેઓ ત્યાં અભ્યાસ માટે ગયા છે તે પોતાના વતન પરત આવવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં મેડિકલ સ્ટોર માલિક પ્રહલાદસિંહ જાડેજા ના પુત્ર સત્યજિતસિંહ જાડેજા 15 મહિના પહેલા એમ.બી.બી.એસ ના અભ્યાસ માટે યુક્રેન ગયા હતા.

પિતા પ્રહલાદસિંહે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના આશરે 150 વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ માટે ગયા છે.સરકાર ને વિનંતી કરતા પ્રહલાદસિંહે જણાવ્યું હતું કે જે કોઈ પણ ભારતીય યુક્રેનમાં છે તેને જલ્દીથી પરત લાવવા મદદ કરો.દિકરા સત્યજીતસિંહ સાથેની વાતચીતમાં પિતાને તેમણે જણાવ્યું કે ક્ષત્રિયનો ધર્મ બીજાને મદદ કરવાનો પણ છે.મારા સહાધ્યાયીઓને પણ હું સાથે જ ગુજરાત લઈ આવીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.