રણછોડદાસજી આશ્રમમાં ચાલતી અખંડ રામધુનનો રવિવારે 46માં વર્ષમાં પ્રવેશ

રામધુનના 46માં પાટોત્સવ નિમિતે નામી કલાકારોની વિશેષ રામધુન યોજાશે

સદગુરુ સદન ટ્રસ્ટ સદગુરુદેવ ભગવાન રણછોડદાસજી મહારાજની પ્રેરણાથી છેલ્લા 45 વર્ષથી અખંડ રામધુન ચાલી રહી છે જેનો તા. 14-8 ને રવિવારના રોજ 46 વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે રાભધુનનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

રામધુનનો કાર્યક્રમ રાત્રીના 8 થી 12 કલાક સુધી રાખવામાં આવેલ છે. આ રામધુન સદગુરુદેવ ભગવાન રણછોડદાસજીબાપુની પ્રેરણા અને કૃપાથી છેલ્લા 45 વર્ષથી ચાલી રહેલ છે.

આ પાવન પ્રસંગે વિશેષ રામધુનમાં કાર્યક્રમનું રાત્રે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત રામનામ કે હિરે મોતી ફેઇમ અશોકભાઇ ભાયાણીની રામનામરુપી ધુન પીરસવામાં આવશે.

વિશિષ્ટ શ્રી રામધુનનો કાર્યક્રમ રાત્રે 8 થી 12 વાગ્યા સુધી તા. 14-8 ને રવિવારે યોજાશે.