Abtak Media Google News

રાજકોટના ૧૫૦ ફૂટ રીંગરોડ પર ચાલી રહેલી વિતક સાહેબની ચર્ચાનો બહોળી સંખ્યામાં લાભ લેતા પ્રણામી સમાજના લોકો

પૂર્ણબ્રહ્મ સચ્ચીદાનંદ પરમાત્મા કોણ છે? જન્મમરણ, સુ:ખ-દુ:ખ અવિરત ચાલ્યા જ કરે છે. અક્ષરાતીત સચ્ચિદાનંદ પરબ્રહ્મ જ પરમાત્મા છે રાજકોટના ૧૫૦ ફૂટ રીંગરોડ નાનામવા ચોક ખાતે શ્રી વિતક સાહેબ ચર્ચા ૫ મી ઓગષ્ટથી ચાલી રહી છે. આ ચર્ચા આગામી ૨૨ ઓગષ્ટ સુધી બપોરે ૪ થી ૬ દરમિયાન ચાલશે જેમાં વકતા જયોત્સનાબેન બાંભોલીયાના મુખેથી બહોળી સંખ્યામાં પ્રણામી સંપ્રદાયના લોકો આ ચર્ચાનો લાભ લઈ રહ્યા છે. જેનું જીવંત પ્રસારણ અબતક ન્યુઝ ચેનલ પર બપોરે ૪ થી ૬ દરમિયાન નિહાળી શકશો.

મુખ વિતકસાહેબ ચર્ચાના પ્રખર વકતા જયોત્સનાબેન બાંભોલીયાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, નિજાનંદ સંપ્રદાયનો મુખ્ય ઉદેશ ૪૦૦ વર્ષથી સંપ્રદાયની સ્થાપના થઈ યુગો યુગોથી સૃષ્ટી બનતી આવી અને લય થતી આવી સૃષ્ટીના પ્રારંભથી આ સંસારમાં જે વૈદો આવ્યા ત્યારબાદ ઉપનીષદો આવ્યા શાસ્ત્રો પુરાણો આવ્યા તો એક પરમાત્મા કોણ છે તેની સંસારમાં કોઈને ખબર નથી તેવી જ રીતે ભાગવતમાં પણ સુખદેવ મુનિએ જે અવતારોની વાત કરી તો અવતારોની અંદર ૨૨ અવતાર સુધીનું વર્ણન કરવામાં આવ્યું પરંતુ ૨૩મો અવતાર અને ૨૪મો અવતાર કોણ છે.

Dsc 1776તેમનું વર્ણન ભાગવતની અંદર સુખ:દેવ મુની પણ ના કરી શકયા તે નિજાનંદ સંપ્રદાયમાં જે ૪૦૦ વર્ષ પહેલા મહાપૂરૂષો થયા તેવા શ્રી દેવચંદ્રજી અને શ્રી પ્રાણનાથજી આજે સંસારમાં એક પરમાત્મામાં અનેક દેવી દેવતા અને મહાપુરૂષોનું પૂજન કરી રહ્યા છે. તો એ એક પરમાત્મા કોણ છે. તો નિજાનંદ સંપ્રદાય એ જ દર્શાવી રહ્યું છે કે પરમાત્મા ક્ષર-અક્ષરથી પરેહ છે અને પરમધામમાં ઉતમ પૂરૂષ તરીકે પરમાત્મા રહે છે. પરંતુ પાંચમો વૈદ સક્ષમ વૈદ જેમાં પૂર્ણજ્ઞાન બતાવવામાં આવ્યું. નિજાનંદ સંપ્રદાયમાં ઝઝાવૈદ, યજુરવૈદ, સામવૈદ અને અર્થોવૈદ પણ સંસાર રાહ જોઈ રહ્યો હતો કે પાંચમો વૈદ કયારે આવશે કે જે પરમાત્માનું નિર્દેશન કરશે.

પાંચમો વૈદ કે જેને વૈદોની ભાષામાં આત્મવૈદ કહેવામાં આવ્યો તેને પણ ૪૦૦ વર્ષ થઈ ગયા નિજાનંદ સંપ્રદાયનો એક જ ઉદેશ છે કે આ સંસારમાં એક પરમાત્મા કોણ છે. તેનું ધામ કર્યું છે. તેની લીલા સ્વરૂપ કેવી છે અને સંસાર શરીર છૂટે પછી કયા જવાનું છે. તો આ સંસાર છૂટે પછી આપણે આત્માછીએ આપણુ ઘર દિવ્ય પરમધામ છે.Dsc 1778

નિજાનંદ સંપ્રદાયના પ્રચારક જયોત્સનાબેન ફળદુએ ‘અબતક’સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, સંસારમાં દરેક મતમતાંતર અને દરેક સંપ્રદાય એક પરમાત્માની વાત કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી કોઈ એ પરમાત્માના ધામ સ્વરૂપ લીલાનું વર્ણન કરી શકયા નથી હાલમાં જે વાત જણાવવામાં આવી રહી છેકે એવું જ પરમાત્મા છે. શુન્ય દુનિયા આખરી ભાગ બડે હૈ તુમ: જો કીન કાનો ના સુની તો દીદાર કરો ખસમ:

યુગો યુગોથી મુનિઓ પેંગ્મબરોએ પરમાત્માને મેળવવા જોવા માટે તળપી રહી હતી એમનું એજ લક્ષ્ય હતુ કે એક પરમાત્મા કોણ છે ઈશ્ર્વરના ઈસ પૂર્ણબ્રહ્મ પરમાત્મા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.