Abtak Media Google News

પોલીસે દારૂ સહિત રૂ.૧૩.૯૦ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

રાજકોટ કુવાડવા રોડ પર જીઆઇડીસી પાસે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન પાસિંગ ટ્રકના ચોરખાનામાંથી દારૂ સાથે બે પરપ્રાંતીય શખ્સની ધરપકડ કરી છે. પોલીસે દરોડામાંથી ટ્રક અને દારૂ સહિત કુલ રૂ.૧૩.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર જીઆઇડીસી પાસે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એમ.એમ. ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સંદીપ એન્ટરપ્રાઇઝ પાસે રાજસ્થાન પાસિંગ ટ્રક આજે-૨૭-જીએ-૪૦૭૮ને રોકી તેની તલાશી લીધી હતી.

ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ટ્રકની તલાશી લેતા તેમાંથી જુદી-જુદી બ્રાન્ડની કુલ રૂ.૫,૪૨,૪૦૦ની કિંમતની ૮૮૮ વિદેશી દારૂની બોટલ કબ્જે કરી હતી. દારૂ સાથે પોલીસે ટ્રકમાં સવાર મહિપાલ નંદુરામ ઢાઢી અને અશોક તુલછારામ પ્રજાપતિને દબોચી આ જથ્થો કોને આપવાનો હતો તે અંગે વધુ તપાસ હાથધરી છે. ઝડપાયેલા આરોપી માંથી મહિપાલ ઢાઢી અગાઉ પણ દારૂના ગુનાહમાં પોલીસ ચોપડે ચડી ગયો હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.