Abtak Media Google News

તપાસ પુર્ણ થયા બાદ પોલીસ દ્વારા સતાવાર માહિતી અપાશે

જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી હુમલા બાદ કચ્છમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું કચ્છમાં એલર્ટ વચ્ચે આજે પાકિસ્તાન સાથે વાત કરનારા  ૨ યુવાન એજન્સીની રડારમાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પશ્વિમ કચ્છના નખત્રાણા તાલુકાના બે યુવાનો પાકિસ્તાનમાં સેટેલાઇટ ફોન સાથે વાત કરતા હોવાની વિગતો ખુલવા પામી છે બનાવ અંગે પોલીસે બંને યુવાનોને ભુજ ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરીએ ખસેડાયા છે.હાલ તો બંને યુવાનોની જઘન માં સઘન પૂછપરછ થઈ રહી છે.પ્રાથમિક તપાસમાં હજી સુધી કાઈ શંકાસ્પદ ખુલવા પામ્યું નથી.દરમિયાન મળતી વિગતો મુજબ, બે યુવાનો પૈકી એક યુવાનની ત્રણ બહેનોના પાકિસ્તાનમાં લગ્ન થયા હોઈ તેમની સાથે વાત કરવામાં આવી હોવાનું પણ ખુલ્યું છે.અલબત્ત, પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.તપાસ પૂર્ણ થયા બાદ પોલિસ દ્વારા સતાવાર માહિતી આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.