Abtak Media Google News

વડાપ્રધાન રોડ-શો નહીં કરે: એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી ભાજપના કાર્યકરો દ્વારા શાનદાર સ્વાગત કરાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી ગુરૂવારે રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાપર્ણ સહીતના વિવિધ વિકાસ કામોની ભેટ આપવા માટે આવી રહ્યા છે. આગામી ગુરૂવારે રાજય સરકારનું આખુ મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપના સંગઠનના હોદેદારો રાજકોટમાં આવશે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધયક્ષ સી.આર. પાટીલ એરપોર્ટ લોકાપર્ણ કાર્યક્રમમાં  પણ નરેન્દ્રભાઇ મોદી સાથે જોડાશે. આજે કેબીનેટ બેઠકમાં મંત્રીઓને પીએમના ગુજરાત પ્રવાસે સંદર્ભે અલગ અલ જવાબદારીની સોંપણી કરવામાં આવી હતી.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું આગામી ગુરૂવારે બપોરે ગુજરાતમાં આગમન થશે તેઓ સિઘ્ધા જ ચોટીલા પાસે આવેલા હિરાસર એરપોર્ટ પર આવશે તેઓના હસ્તે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે. તેઓની સાથે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયા પણ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ પણ સામેલ થશે. એરપોર્ટનું લોકાર્પણ કર્યા બાદ તેઓ હવાઇ માર્ગે રાજકોટના જુના એરપોર્ટ ખાતે આવી પહોચશે. અહી તેઓ એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી વિશાળ રોડ શો કરવાના હતા પરંતુ તે મુલત્વી રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું રહ્યું છે. ભાજપના કાર્યકરો અને વિવિધ સંસ્થા દ્વારા પીએમનું જુના એરપોર્ટથી રેસકોર્ષ સભા સ્થળ સુધી સ્વાગત કરવામાં આવશે. રાસ રમી રંગોળી પુરી વડાપ્રધાનને વેલકમ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનનો આ ત્રીજો રોડ-શો હશે આ પૂર્વ તેઓ વર્ષ 2017 અને વર્ષ 2022 માં રોડ-શો કરી ચૂકયા છે. આ વખતે પણ રાજકોટની મુલાકાત દરમ્યાન તેઓ રોડ-શો કરે તેવી વાતો ચાલતી હતી. પરંતુ રોડ-શો મુલત્વી રાખવામાં હોવાનું ભાજપના સુત્રમાંથી જાણવા મળી રહ્યું છે.

ગુરૂવારે ગુજરાત સરકારનું આખુ મંત્રી મંડળ રાજકોટમાં ઉમટી પડશે આ ઉપરાંત પ્રદેશ ભાજપના સંગઠનના તમામ હોદેદારો પણ રાજકોટમાં ધામા નાખશે.

ગુરૂવારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતના વિકાસ કામોનું લોકાપર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રવાના થશે તેઓ રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે. ગુરુવારે પીએમ ભાજપના ધારાસભ્યો અને સાંસદ સાથે રાત્રિ  ભોજન લેવાના હતા પરંતુ તેમાં ફેરફાર કરવામાં આવ્યો ે. હવે તેઓ શુક્રવારે બપોરે ધારાસભ્યો- સાંસદ સાથે ભોજન લેશે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાતથી ફરી એકવાર મંત્રી મંડળના વિસ્તરણની વાતો વહેતી થઇ છે. નરેન્દ્રભાઇ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજે તેવી સંભાવના પણ વર્તાય રહી છે.

મંત્રી મંડળનું વિસ્તરણ કરવું કે કેમ? તે ઉપરાંત બોર્ડ નિગમમાં ચેરમેન- વાઇસ ચેરમેન અને ડિરેકટરોની નિયુકિત કરવા અંગે ચર્ચા કરવામાં આવે તેવી શકયતા હાલ દેખાય રહ્યું છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઇ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આવતી કાલે રાજકોટમાં વડાપ્રધાનના રૂટ પર પોલીસ દ્વારા સુરક્ષાનું રિહર્સલ કરવામાં આવશે.શહેરના અનેક માર્ગો પર વાહનની અવર જવર પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.