Abtak Media Google News

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા  જણાવ્યું છે કે મહાપાલિકા દ્વારા વોર્ડ નં.૭માં સ્વાતંત્ર્ય પર્વ-૨૦૧૮ની શાનદાર ઉજવણીના ભાગરૂપે તા.૦૯ના રોજ સવારના ૦૯:૩૦ કલાકે શાળા નં.૧૧, નાની રાષ્ટ્રીય શાળા, રાષ્ટ્રીય શાળા મેઈન રોડ, રાજકોટ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

Advertisement

આ આરોગ્ય નિદાન કેમ્પમાં થી રોગ, બાળ રોગ, હૃદય રોગ, ડાયાલીસીસ, કીડની વિગેરેના નિષ્ણાંત ડોકટરોની ટીમ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં લેબોરેટરીની તપાસ તથા દવા વિનામૂલ્યે આપવામાં આવશે.

આ કાર્યક્રમનું દીપ પ્રાગટય શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીના વરદ હસ્તે કરવામાં આવશે તેમજ કાર્યક્રમના મેયર બિનાબેન આચાર્ય, સાંસદ મોહન ભાઈ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ ભીખાભાઈ વસોયા, ભાનુબેન બાબરીયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, ડો. અમિતભાઈ હાપાણી, દલસુખભાઈ જાગાણી, વશરામભાઈ સાગઠીયા, દંડક શાસક પક્ષ અજયભાઈ પરમાર, કોર્પોરેટર કશ્યપભાઈ શુક્લ, મીનાબેન પારેખ, હિરલબેન મહેતા, પ્રભારી વોર્ડ નં.૭ સુરેન્દ્રસિંહ વાળા, પ્રમુખ વોર્ડ નં.૭ જીતુભાઈ સેલારા, મહામંત્રી વોર્ડ નં.૭ કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડયા, કોષાધ્યક્ષ શહેર ભાજપ અનિલભાઈ પારેખ, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ મનીષભાઈ ભટ્ટ, રાજકોટ શેર ભાજપ મહિલા મોરચો મહામંત્રી પુનીતાબેન પારેખ, પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ લિંબડ, સમાજના અગ્રણી અરૂણભાઈ સોલંકી, ભલુભાઈ લાેધા, સુરેશભાઈ લોધા, ભાજપ અગ્રણી નટુભાઈ ચાવડા, વિનોદભાઈ જરોલી, મધુભાઈ પાંઉ તેમજ રમેશભાઈ જોટાંગીયા હાજર રહેશે.

આ સર્વરોગ નિદાન કેમ્પમાં શહેરીજનોને ઉપસ્થિતિ રહેવા તેમજ આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા ચેરમેન સ્ટેન્ડીંગ કમિટી ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.