Abtak Media Google News

ગુજરાતમાં કુલ ૨ લાખથી વધુ લોકો માનસિક બિમારીથી પીડાય રહ્યા છે: રિપોર્ટ

ગુજરાત રાજયમાં છેલ્લાં દોઢ વર્ષમાં રાજય સરકાર સાથે સંકળાયેલા તમામ તબીબીઓને માનસિક આરોગ્ય અંગેની ટ્રેનિંગ આપવામાં આવશે. જેમાં તેઓને માનસિક રોગોને લઈ અને તેમાંથી કેવી રીતે બચી શકાય તે અંગેનું માર્ગદર્શન પણ પુરુ પાડવામાં આવશે. સરકારનાં વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારી તબીબો માટે ઓનલાઈન કોર્સ ફરજીયાત બનાવવામાં આવ્યો છે જેનું તેઓએ પૂર્ણત: પાલન કરવાનું રહેશે.

ગુજરાત સરકાર પ્રથમ ચરણમાં બેંગ્લોરની નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ સાથે એમઓયુ કર્યા છે જે અંગેનું મેમોરેન્ડમ પણ બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત રાજય તરફથી સ્ટેટ હેલ્થ કમિશનર જયંતી રવિ તથા નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ મેન્ડલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સનાં ડો.બી.એન.ગંગાધર દ્વારા એમઓયુ સાઈન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થનાં સુપ્રીટેન્ડેન્ટ ડો.અજય ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટનાં આધારે હાલ રાજયમાં બે લાખથી વધુ લોકો અનેકવિધ પ્રકારે માનસિક બિમારીઓનો ભોગ બની રહ્યાં છે અને તેઓને નિયમિત સારવાર મળે તે દિશામાં કાર્ય પણ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત ડિજિટલ એકેડેમી ફોર મેન્ટલ હેલ્થ દ્વારા આ અંગે ઈનીસેટીવ લેવામાં આવ્યું છે કે જે સરકારી ડોકટરોને મેડિકલ ઓનલાઈન કોર્સની સેવા આપવામાં આવશે. સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર આ ઓનલાઈન કોર્સ સરકારી ડોકટર માટે ખુબ જ જ‚રી છે. આ યોજનામાં સર્વપ્રથમ પબ્લીક હેલ્થ સેન્ટર તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને લાભાન્વિત કરવામાં આવશે.

અંતમાં સુત્રોનાં જણાવ્યા અનુસાર બેંગ્લોરની નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ સાથેનાં એમઓયુમાં સંસ્થા ૩ વર્ષ સુધી ગુજરાત સરકારનાં સરકારી દફતરોને ઓનલાઈન કાઉન્સીલીંગ પુરું પાડશે અને વિવિધ માનસિક રોગોની બિમારી અંગેનાં ઈસ્યુ પર જાગૃતતા અને શિક્ષણ પણ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.